મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બજેટની મળશે બેઠક, સરકારીની 23 ફેબ્રુઆરી પહેલા આખરી તૈયારીઓની સમીક્ષા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બજેટ સત્રને લઈને બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળશે. આગામી 23 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર શરુ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટ સત્રના બીજા દિવસે 24 ફેબ્રુઆરીના રોજ બેઠક હોલાવવામાં આવી છે.

આ બેઠકની અંદર બજેટમાં જોગવાઈઓને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ વખતના બજેટમાં આ વખતે ચૂંટણી ઢંઢેરામાં કહેલા વચનો પર વધુ ફોકસ કરવામાં આવશે. બજેટ સત્રની અંદર રાજ્યપાલના સંબોધન માટેની સ્પીચનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ બાબતે પણચ ચર્ચા કરવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ સત્ર શરુ થવા જઈ રહ્યું છે જે આગામી 29 માર્ચ સુધી ચાલશે. 25 દિવસ સુધી વિધાનસભા સત્રની કામગિરી રહેશે. આ બેઠકની અંદર બજેટને લઈને આખરી ઓપ આપવામાં આવશે. જેમ જેમ બજેટ સત્ર નજીક આવી રહ્યું છે તેમ તેમ આ સરકારની તૈયારીઓ પણ તેજ બની રહી છે. 

બીજીવાર નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે 

આ વખતે મોટી જોગવાઈની આશા છે ત્યારે ગત વખતે પ્રથમ વખત બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.  ભાજના સૌથી વરિષ્ઠ નેતા છે. તેમના વિભાગ દ્વારા વિધાનસભામાં જીત બાદ બજેટ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. 2023-24ના બજેટમાં શિક્ષણ, રોજગારી અને ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે. 

બજેટ સત્ર દરમિયાન પેપરલીક પરીક્ષા મામલે કાયદો પણ લાવવામાં આવશે 
બજેટ સત્ર દરમિયાન પેપરલીક પરીક્ષા મામલે કાયદો પણ લાવવામાં આવશે . ગુજરાત જાહેર પરીક્ષા અનિયમિતતાઓ પર નિયંત્રણ માટે બિલ-2023માં સરકાર દ્વારા કુલ 22 જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ પ્રમાણે આયોજન કરીને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *