કચ્છી જૈન (jain) સંતોનો અમદાવાદમાં વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ

ધર્મ એ હૃદય અને મનને પરિવર્તિત કરીને આ જીવને શિવ બનાવે છે. પૂ. તારાચંદજી મ. સા.કચ્છી જૈન (jain) સંતોનો અમદાવાદમાં વાજતે ગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો. શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન (jain) સંઘના કાર્યવાહક પ. પૂ.તારાચંદ મુનિ મ.સા. (કાંડાગરા કચ્છ) અને તેમના શિષ્ય પ. પૂ. પ્રશાંત મુની મ.સા. (કાંડાગરા કચ્છ) કચ્છી જૈન સંતો તેમના બીજા શિષ્ય પૂ. સમર્પણમુની (અમદાવાદ) નો તારીખ 28/06 ના વાજતે ગાજતે શ્રી સુધમૉ સ્થાનકવાસી જૈન સંઘ મણીનગર (પૂર્વ) અમદાવાદમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો હતો.


ત્રણેય મ.સા. ના ભવ્યાતિભવ્ય સામૈયામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
દીક્ષાબાદ પ્રથમ જ વખત પૂ. સમર્પણમુની અમદાવાદ (માદરે વતન) પધારતા હોઇ શ્રી સુધમૉ સ્થાનકવાસી જૈન (jain) સંઘ અને પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ત્રણેય જૈન (jain) સંતો કચ્છ કેસરી આચાર્યશ્રી પૂનમચંદ્રજી સ્વામીના સંતો છે.
પ્રારંભમાં સંઘ પ્રમુખ પ્રકાશભાઈ રૂપેરાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કચ્છ આઠકોટી મોટી પક્ષ જૈન (jain) સંઘના કાર્યવાહક પૂ. તારાચંદમુની મ.સા.આદિઠાણા ૩નો ચાતુર્માસ પ્રાપ્ત થતા ખુશી વ્યક્ત કરી, ચાતુર્માસ દરમ્યાન યોજાનારા કાર્યક્રમો ની વિગત આપી હતી.


બહેનોએ સુંદર અને ભાવવાહી ગીત રજૂ કરી સંતોને આવકાર્યા હતા પૂ. સમર્પણમુની ના સંસારી માતૃશ્રી મીનાબેન ભાવસાર તથા બહેનો જિક્ષાબેન તથા સોનલબેન પણ ચાતુર્માસ પ્રાપ્ત થવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, નવકારસીનો લાભ સમર્પણ મુનિના પરિવારજનોએ લીધો હતો.


પ્રારંભમાં કાર્યવાહક પૂજ્ય તારાચંદ મુનિ મહારાજ સાહેબે માંગલિક સંભળાવી ભાવિકોને સંબોધતા જણાવેલ કે, “ધર્મ એ હૃદય તથા મનને પરિવર્તિત કરીને આ જીવને શિવ બનાવે છે. “પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબે આ ચાતુર્માસના પાંચ મહિનામાં જીનવાણીનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરેલો હતો.
ગુરુજી શ્રી કિરણભાઈ ભાવસારે સંતોને આવકાર આપેલ હતો ચાતુર્માસ મંગલ પ્રવેશ પ્રસંગે કચ્છ – મુંબઈ તથા સમર્પણ પરિવારના સાધકો અને અમદાવાદમાં વિવિધ સંઘના ભાવિકોએ ઉપસ્થિત રહીને ચાતુર્માસ પ્રવેશને ચાર ચાંદ લગાવી દીધા હોવાનું દિનેશ એમ. શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *