CHANDOLA LAKE : રોજના 100 ટ્રકો મૂકી કાટમાળ હટાવી તળાવને ઊંડું કરવાનું કામ શરૂ, માટીનો ગ્યાસપુરના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ

CHANDOLA LAKE : રોજના 100 ટ્રકો મૂકી કાટમાળ હટાવી તળાવને ઊંડું કરવાનું કામ શરૂ, માટીનો ગ્યાસપુરના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ

CHANDOLA LAKE
CHANDOLA LAKE

CHANDOLA LAKE : અમદાવાદના સૌથી મોટા ચંડોળા તળાવ પરના 12 હજાર જેટલા નાના-મોટા કાચા પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે. મકાનોના કાટમાળને હટાવવા માટે અને તળાવનું ડેવલોપમેન્ટ કરવાનું હોવાથી ઊંડું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

રોજનો 2000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે

CHANDOLA LAKE
CHANDOLA LAKE

CHANDOLA LAKE : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 જે.સી.બી. મશીન, 100 ટ્રક વાહન તથા હિટાચી મશીન ઉપયોગ કરી રોજનો 2000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તળાવને ખોદી માટી કાઢવામાં આવી રહી છે. ચંડોળા તળાવ જે એક સમયે ચારે તરફથી મકાનો અને ઝૂંપડાઓથી ઘેરાયેલું હતું, જે આજે ખુલ્લું જોવા મળી રહ્યું છે અને ચંડોળા તળાવમાં ટ્રકો અને જેસીબી મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં કાર્યરત છે.તળાવ હવે દબાણમુકત અને ખુલ્લુ દેખાય છે

રાજ્યના સૌથી મોટા મેગો ડિમોલેશન અને માત્ર બે દિવસમાં જ 10,000થી વધુ નાના-મોટા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી અમદાવાદના ચંડોળા તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ચંડોળા તળાવમાંથી બાંધકામો દૂર થયા બાદનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે, જેમાં સંપૂર્ણપણે તળાવ દબાણમુકત અને ખુલ્લુ દેખાય છે. ગણેશ ઉપર કોર્પોરેશન દ્વારા બાંધકામ દૂર કર્યા બાદ બીજા દિવસથી જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે તો બીજી તરફ પ્રથમ તબક્કામાં જ્યાં બાંધકામ તોડવામાં આવ્યા હતા ત્યાં કાટમાળ હટાવી તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે.

CHANDOLA LAKE
CHANDOLA LAKE

રોજના 100 ટ્રકો અને જેસીબી 2800 મેટ્રિક ટનથી વધુ કાટમાળ હટાવે છે

CHANDOLA LAKE : અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં કુલ 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારને AMC દ્વારા તળાવનો સંપૂર્ણ વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોજના 100 ટ્રકો અને જેસીબી મશીનો મારફતે 2800 મેટ્રિક ટનથી વધુ કાટમાળ દૂર થઈ રહ્યો છે. તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ઝોનમાંથી કરવામાં આવી રહી છે.

4 JCB, 27 Excavators તથા 90 ટ્રક વાહનો મુકીને તળાવનો અમુક ભાગ અંદાજે ઉંડો ખાડો કરી આશરે 900 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે.

CHANDOLA LAKE
CHANDOLA LAKE

તળાવમાંથી બહાર કાઢેલી માટી વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે

CHANDOLA LAKE : ચંડોળા તળાવના ભાગને ઊંડો કરી અને એ માટી બહાર કાઢવામાં આવે છે, તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવશે છે. જ્યારે દબાણો દુર કર્યા બાદ નીકળેલા કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વિસ્ટને AMCના C & D વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી જુદી-જુદી પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

મેગા ડિમોલેશન અંતર્ગત પહેલા તબક્કામાં 4,000થી વધુ નાના-મોટા મકાનો દૂર કરાયા

CHANDOLA LAKE : શહેરના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેમાં હજારો ટન કન્સ્ટ્રક્શન વેસ્ટનો કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળ ખસેડવાની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પ્રથમ તબક્કામાં 4,000થી વધુ નાના-મોટા કાચા પાકા મકાનોને તોડવામાં આવ્યા હતા જેના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત 20000 ટનથી વધુ કાટમાળ અત્યારે ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે.
ચંડોળા તળાવ માંથી જે કાટમાળ એકત્રિત થયો છે તે તમામને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે જેમાં મોટાભાગનો કન્સ્ટ્રક્શન વેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન નો સીએનડી વેસ્ટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે જેમાં એજન્સી દ્વારા પેવર બ્લોક અને બેન્ચ સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં મોકલવામાં આવી રહ્યો છે. કેટલોક કન્સ્ટ્રકશન વેસ્ટ આગામી ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે મૂકી રાખવામાં આવશે કારણ કે ચોમાસા દરમિયાન શહેરમાં નાના-મોટા ખાડા પડતા હોય છે ત્યારે ડામરનો ઉપયોગ કરી અને તેને પૂરી ન શકાતા હોવાથી કન્સ્ટ્રક્શન વેસ્ટનો ઉપયોગ કરી અને આ ખાડા પૂરી શકાય તેના માટે ચંડોળા તળાવના કન્સ્ટ્રકશન વેસ્ટનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *