
ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર કેડર ખતમ કરીને તેને અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરેટેરિઝ એક્ટની સાથે મર્જ કરી દિધી છે.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રી-ઓર્ગેનાઈઝેશન એક્ટમાં સંશોધન કર્યું છે. ગૃહ મંત્રાલય (MHA)એ નોટિફિકેશન જાહેર કરી જમ્મુ-કાશ્મીરના IAS, IPS, અને IFS કેડર ખતમ કરી છે. હવે તેને અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરેટેરીઝ એક્ટ (AGMUT)ની સાથે મર્જ કરી દેવામાં આવ્યા છે.

અધિકારીઓના કેડર બદલાવવાથી શું ફર્ક પડશે?
અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની બીજા રાજ્યોમાં નિમણૂંક થતી ન હતી. નવા આદેશ પછી આ બંધન ખતમ થઈ જશે. અહીંના અધિકારીઓ બીજા રાજ્યોમાં તહેનાત કરવામાં આવી શકે છે. રાજધાની દિલ્હી પણ AGMUT કેડર અંતર્ગત આવે છે. તેથી હવે દિલ્હી કેડરના અધિકારીઓ પણ જમ્મુ-કાશ્મીરમાં તહેનાત કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારી દિલ્હી,અરૂણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં બદલી થઈ શકે છે.