
યુદ્ધગ્રસ્ત સુદાનમાં 7 દિવસ માટે યુદ્ધ વિરામનો સમયગાળો વધારવામાં આવ્યો છે. સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 400થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ એક લાખથી વધુ લોકો પાડોશી દેશમાં સ્થળાંતર કરી ચૂક્યા છે, ભારતને સુદાનમાંથી ઓપરેશન કાવેરી અંતર્ગત અત્યાર સુધી 3195 લોકોને સ્વદેશ લાવવામાં સફળતા મળી છે. ગઈકાલે 231 ભારતીયો સુરક્ષિત અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા. ઉપરાંત 62 ભારતીયોને લઈને જેદ્દાથી એક વિમાન નવી દિલ્હી આવી પહોંચ્યું હતું.