યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી પર મિસાઈલ એટેકનો પુતિનનો ઓર્ડર

રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર યુક્રેન દ્વારા બે ડ્રોન દ્વારા હુમલો કરાયો હોવાનો દાવો કાર્યબાદ રશિયન સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ પર મિસાઈલથી હુમલો કરવાનું કહ્યું છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર યુક્રેન દ્વારા બે ડ્રોન દ્વારા હુમલોનો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે બુધવારે સાંજે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર યુક્રેન દ્વારા બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ હુમલો તેમની ઓફિસ ક્રેમલિન પર કરવામાં આવ્યો છે. જોકે રશિયને કાઈનેટિક વેપન દ્વારા ડ્રોનનો નાશ કરાયો હતો. પરંતુ આ હુમલો હવે યુદ્ધને અલગ મોડ પર લઈ જાય તેવી હાલત જેવા મળી રહી છે.

બીજી બાજુ હુમલાના સમાચાર મળતાની સાથે જ પુતિનને તરત જ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમા હુમલા બાદ યુક્રેનને જડબાતોડ જવાબ આપવા માટેના પગલા અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એવું જાણવા મળી રહ્યું છે કે સુરક્ષાના ભાગરૂપે હવે રશિયન રાષ્ટ્રપતિ તેમના ઘરમાં બનેલા બંકરમાંથી તમામ કામ કરશે. આ સમગ્ર ઘટના બાદ રશિયા યુક્રેન પર બમણા જોરથી હુમલો કરે તેવું જાણવા મળી રહ્યું છે. અને રશિયા તરફથી નિવેદન પણ સામે આવું છે. જેમાં રશિયન સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ પર મિસાઈલથી હુમલો કરવાનું કહ્યું હોવાથી સોપો પડી ગયો છે.

ડ્રોન હુમલાને પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું

આદેશ સાથે સંસદે આ હુમલાના જવાબમાં કિવમાં ઝેલેન્સકીના ઘર પર મિસાઈલ છોડવામાં આવે. તેવા આદેશ જારી કર્યા હોવાનું બહાર આવ્યું છે. રશિયા યુક્રેનમાં આ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તેવું જણાવ્યું છે.ક્રેમલિને આ ડ્રોન હુમલાને પૂર્વયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. ક્રેમલિને દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *