CBSE 10th Result: ધો.10નું પરિણામ જાહેર, રિઝલ્ટ ચેક કરવા ઓપન કરો આ લિંક

CBSE 10th Result

CBSE 10th Result News: CBSE બોર્ડ 10માંનું પરિણામ પણ જાહેર, વિદ્યાર્થીઓ તેમના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે

CBSE બોર્ડ 10માંનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. બોર્ડે આજે જ 12માંનું પરિણામ જાહેર કર્યું હતું. આ તરફ હવે 10માનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી છે તેઓ હવે સત્તાવાર વેબસાઇટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ 12માનું પરિણામ પણ જાહેર કર્યું હતું.

વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) cbse.gov.in અને cbseresults.nic.in ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ધોરણ 10, 12માનું પરિણામ જોઈ શકે છે . પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. પરિણામ કેવી રીતે તપાસવું તે તમે નીચે જોઈ શકો છો.

CBSE 12th Result: CBSEએ જાહેર કર્યું ધોરણ-12નું પરિણામ, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

પરિણામ કેવી રીતે તપાસવું તે અહીં જુઓ

પગલું 1: CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in પર જાઓ.
પગલું 2: હોમ પેજ પર, ‘CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક’, ‘CBSE 10મું પરિણામ ડાયરેક્ટ લિંક’ પર ક્લિક કરો.
પગલું 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
પગલું 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
પગલું 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકે છે અને તેને પોતાની પાસે રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *