
બે દિવસ પહેલાં એસઓજીની ટીમે ૩૮ ડમી સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શાહઆલમમાં અને સીજીરોડ પર ડમી સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
એસઓજીએ ગઇ કાલે જયમીન પરમાર (રહે. સેટેલાઇટ કોમ્પ્લેક્સ, બોડકદેવ) અને ફૈઝાન વિરુદ્ધ પણ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. સી.જી. રોડ, એમરાલ્ડ કોમ્પ્લેક્સમાં ક્રેડિટકાર્ડ વેચવાનું કોલ સેન્ટર ચાલતું હતું. કોલ સેન્ટર ચલાવનાર જયમીન પરમારે પોતાના કર્મચારીઓના ડોક્યુમેન્ટના આધારે 138 સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં છે. ફૈઝાન નામનો યુવક જાહેર રોડ પર છત્રી મૂકીને સિમ કાર્ડ વેચતો હતો, જેની મદદથી 38 સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં હતાં. એસઓજીએ મનીષા નામની મહિલાની પૂછપરછ કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી.
કોઇ પણ જગ્યાએથી સિમ કાર્ડ ખરીદતાં પહેલાં દસ વખત વિચાર કરજો, નહીં તો તમારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ડમી સિમ કાર્ડ એક્ટિવ થઇ જશે અને પછી તે કોઇ પણ ગુનેગારના હાથમાં જતું રહે છે. ગુનેગારો ગુનો આચરવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, જે અમદાવાદમાં હજારોની સંખ્યામાં એક્ટિવ છે. બે દિવસ પહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ૩૮ ડમી સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે હવે ગઇ કાલે એસઓજીએ શાહઆલમમાં ૩૮ ડમી સિમ કાર્ડ અને સીજીરોડ પર 138 ડમી સિમ કાર્ડ બનાવનાર વિરુદ્ધ ગુના દાખલ કર્યો છે.
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું છે. અસદ નાસતો-ફરતો હતો ત્યારે તેણે ૧૪ કરતાં વધુ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જે તમામ સિમ કાર્ડ ડમી હોવાનું સામે આવ્યું છે. આતંકવાદી, બુટલેગર, ક્રિકેટ બુકી સહિતના લોકો ગુનાખોરીને અંજામ આપવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. ટેલિકોમ કંપનીને સિમ કાર્ડ કેટલાં વેચાય છે તેમાં રસ હોય છે, પરંતુ તે કોને વેચે તેમાં કોઇ રસ હોતો નથી, જેના કારણે ડમી સિમ કાર્ડ બની જતાં હોય છે. કોઇ પણ વ્યક્તિને સિમ કાર્ડ લેવું હોય તો તેણે સીએએફ (કોમન એપ્લીકેશન ફોર્મ) ભરવાનું હોય છે, જ્યારે તેની સાથે આધારકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ફોટોગ્રાફ્સ આપવાનો હોય છે. ફોર્મ ભર્યા બાદ જે તે વ્યક્તિ સિમ કાર્ડ લઇને જતી રહે છે, પરંતુ તે પછી ડોક્યુમેન્ટના આધારે સંખ્યાબંધ સિમ કાર્ડ એક્ટિવ થઇ જાય છે, જેને ડમી સિમ કાર્ડ કહેવામાં આવે છે. ટેલિકોમ કંપનીનો ટાર્ગેટ પૂરો કરવા અથવા તો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગઠીયાઓ ડમી સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચતા હોય છે.
ટાર્ગેટ પૂરો કરવા યુવકે પોતાના ફોટાનો ઉપયોગ કરી ૧૩૮ સિમ કાર્ડ એક્ટિવ કરી દીધાં
એટીએસની ટીમે આપેલી માહિતીના આધારે એસઓજીની ટીમે અમન રશીદ બિયાવરવાલા (રહે. અસલમ એપાર્ટમેન્ટ, આસ્ટોડિયા) વિરુદ્ધ ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે. અમને શાહઆલમ ખાતે આવેલા ખાન પ્લાઝામાં આર.આર. કોમ્યુનિકેશન નામનો મોબાઇલનો સ્ટોર કર્યો હતો, જેમાં તેને એરટેલ કંપનીનો સ્ટોર મળી ગયો હતો. એરટેલ કંપની સિમ કાર્ડ વેચવાનો ટાર્ગેટ આપતી હતી, જેના કારણે અમને ડમી સિમ કાર્ડ એક્ટિવ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ધંધામાં નુકસાન થાય નહીં તે માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરતો હતો અને એપ્લીકેશન ફોર્મ ભરીને પોતાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સિમકાર્ડ એક્ટિવ કરી દેતો હતો. અમન ગૂગલ પરથી સર્ચ મારીને બીજાના ડોક્યુમેન્ટ પણ ડાઉનલોડ કરતો. ત્યાર બાદ સિમ કાર્ડ તૈયાર કરતો હતો. કોરોનાકાળમાં અમને એરટેલનો સ્ટોર બંધ કરી દીધો હતો, જોકે ત્યાં સુધીમાં તેણે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને ૧૩૮ સિમ કાર્ડ બનાવી દીધાં હતાં.