CAUGHT FIRE IN DUMPER : કંડલા-ગાંધીધામ હાઇવે પર ચાલતા ડમ્પરમાં આગ લાગતાં ટ્રાફિક પ્રભાવિત, ફાયર ફાઇટરો ઘટનાસ્થળે.

કચ્છના ગાંધીધામ-કંડલા હાઇવે પર એક ડમ્પરમાં અચાનક આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો. દીનદયાળ બંદરના મુખ્ય હાઇવે પર ચાલતા ડમ્પરમાં લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાને કારણે આસપાસના વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. દીનદયાળ બંદર કંડલાનો આ મુખ્ય હાઇવે હોવાથી અહીં દિવસ-રાત ભારે વાહનોની અવરજવર રહે છે. આ સ્થળે આગની ઘટનાને કારણે ટ્રાફિકને મોટી અસર થઈ છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગને કાબૂમાં લેવા માટે ડીપીએ અને ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યા છે. હાઇવે પરના વાહન વ્યવહારને સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ છે.