
BREAKING: બે આતંકીઓનું એન્કાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ઘર પર હુમલો કરનારા બંને આતંકીઓને ભારતીય જવાનોએ ઠાર કર્યા છે. બંને આતંકવાદીઓએ મંગળવારે કઠુઆમાં એક ઘર પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયરિંગનો અવાજ સાંભળીને જવાનોએ ગામને ઘેરી લીધું અને એક આતંકવાદીને ઠાર માર્યો, જ્યારે બીજો આતંકવાદી જંગલમાં ભાગી ગયો. તેને આજે એક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ જવાનના શહીદ થવાના પણ સમાચાર છે.