સરદાર નું નામ લેવાનો કોંગ્રેસને કોઈ અધિકાર નથી – અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી  અમિતભાઈ શાહે એક ન્યુઝ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભાજપે હંમેશા શાંત અને સમૃદ્ધ સુશાસનની વ્યાખ્યાને ચરિતાર્થ કરી છે. ભાજપાએ જનતાની તમામ અપેક્ષા ઉપર ખરા ઉતરવામાં કોઈ કસર છોડી નથી અને તેને પરિણામે ગુજરાતમાં 1990 પછી જનતાના અપાર સ્નેહ અને આશીર્વાદ સતત ભાજપાને મળ્યા છે. 

      શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં વર્ષમાં ૨૫૦ દિવસ કર્ફ્યુ સામાન્ય બન્યો હતો. જ્યારે ભાજપના શાસન બાદ કરફ્યુની સ્થિતિ જ ઊભી નથી થઈ. આજની યુવા પેઢીએ કરફ્યુ જોયો જ નથી. ભાજપાએ ગુજરાતમાંથી માફિયા રાજ ખતમ કર્યું, તમામ અસામાજિક તત્વોને જેર કર્યા જેથી કાનૂન અને વ્યવસ્થાની અભેદ્ય દિવાલનું નિર્માણ થયું અને પરિણામે ગુજરાતમાં ગ્રામીણ- શહેરી વિકાસ શિક્ષણનો વ્યાપ, ધંધા રોજગારમાં સમૃદ્ધિ અને સાથે સાથે રોકાણોમાં પણ વધારો થયો.

      શાહે વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબનું નામ લેવાનું કોંગ્રેસને કોઈ અધિકાર નથી. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન જ કર્યું છે સરદાર સાહેબને ન તો ઈતિહાસમાં સ્થાન આપ્યું કે ન તો તેના વ્યક્તિત્વને છાજે તેવું સન્માન આપ્યું. સરદાર સાહેબની અંત્યેષ્ટિથી લઈ તેમનું સ્મારક અને ભારત રત્ન આપવા સુધીમાં સતત રોડા નાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના સાડા આઠ કરોડ કિસાનોના લોહ ઓજારોને પીગળાવીને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *