
BJP : ભાજપે શહેર-તાલુકાના પ્રમુખો જાહેર કર્યા
BJP ભાજપ દ્વારા આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે, જે અનુસાર કચ્છના બે નગરના પ્રમુખ અને એક તાલુકાના પ્રમુખ જાહેર થયા છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ભાજપ BJP પ્રમુખ તરીકે જતીનભાઇ સીદસર, રાજકોટ તાલુકા પ્રમુખ તરીકે કેયૂર ઢોલરિયા અને ગોંડલ શહેર પ્રમુખ તરીકે સમીરભાઈ કોટડિયાની નિમણૂક કરવામાં આવી છે. કચ્છમાં માંડવી શહેર ભાજપ પ્રમુખ તરીકે દર્શન ગોસ્વામી, મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે શક્તસિંહ જાડેજા, અંજાર શહેર ભાજપ પ્રમુખ તરીકે હિતેનભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે સાગર રાજેશભાઈ મોદીની નિમણૂક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા તાલુકા પ્રમુખ તરીકે કશ્યપ આહીર અને ઓખા શહેર પ્રમુખ તરીકે સુરેશ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કશ્યપ લક્ષ્મણભાઇ આહીર, ઓખા શહેર ભાજપ પ્રમુખ તરીકે સુરેશભાઈ મોહનભાઇ ગોહિલની નિમણૂક કરાઇ છે. આ સિવાય આણંદ જિલ્લામાં આંકલાવ શહેર ભાજપ પ્રમુખ તરીકે મિહિરકુમાર શાહની વરણી કરવામાં આવી છે. આણંદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મહિપતાસિંહ પરમારની જાહેરાત થઇ છે. દાહોદ જિલ્લા ભાજપમાં ફતેપુર તાલુકાના પ્રમુખ તરીકે ચિરાગભાઈ બારિયા અને દાહોદ જિલ્લાનાં દેવગઢબારિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે અક્ષરભાઈ ભગતાણીની જાહેરાત થઇ છે.