
BIG NEWS / પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહી
BIG NEWS વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો
BIG NEWS Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કાર્યભાર સંભાળી લીધો છે, અને તેઓ પોતાનો સાઉદી પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પાછા ફર્યા છે. આ તરફ આજે દિલ્હી PM હાઉસમાં બેઠક બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
BIG NEWS વિદેશ મંત્રાલયના કહેવા મુજબ અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનમાંથી 5 સપોર્ટ સ્ટાફને દૂર કરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ત્રણેય દળો હાઇ એલર્ટ પર છે.
BIG NEWS હુમલામાં સરહદ પારની સંડોવણી: વિદેશ મંત્રાલય
BIG NEWS વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં સરહદ પારની સંડોવણી હતી. પાકિસ્તાન આ હુમલાને સમર્થન આપી રહ્યું છે.
BIG NEWS વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનમાંથી 5 સપોર્ટ સ્ટાફને દૂર કરવામાં આવ્યા. પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે.
ભારતની ત્રણેય સેનાઓ એલર્ટ
ભારતના તમામ દળો અને સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. તમામ પાકિસ્તાનીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની રાજદ્વારીઓને પાછા મોકલવામાં આવશે.