
Bhuj crime : ભુજમાં પતરા ખોલી રૂ. 1.99 લાખના પાન-બીડી-મસાલાના કટ્ટાની ચોરી
Bhuj crime ભુજ શહેરના વોકળા ફળિયામાં આવેલી પાન-મસાલાની હોલસેલ દુકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરે રૂ. 1.99 લાખના પાન, બીડી અને મસાલાના કટ્ટાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.

Bhuj crime મળતી માહિતી મુજબ, ઉમેદનગરમાં રહેતા અને વોકળા ફળિયામાં સલાટ ડેળી પાસે કૌશલ ટ્રેડર્સ નામની પાન-મસાલાની જથ્થાબંધ દુકાન ચલાવતા કૌશલ વિનોદ ગણાત્રે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Bhuj crime ફરિયાદ અનુસાર, દુકાનમાં રાખેલા કેટલાક કટ્ટા ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા તેમણે CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન તા. 20 મેથી 16 જૂન વચ્ચે એક અજાણ્યો શખ્સ વારંવાર દુકાનના પતરા ખોલી અંદર પ્રવેશતો અને જુદા-જુદા દિવસે પાન, બીડી અને મસાલાના કટ્ટા ચોરી કરી લઈ જતો હોવાનું સામે આવ્યું હતું.
Bhuj crime ચોરી ગયેલા માલની કુલ કિંમત અંદાજે રૂ. 1,99,000 હોવાનું જણાવાયું છે. બનાવ અંગે ભુજ પોલીસે ગુનો નોંધી CCTVના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
