BHACHAU HIGHWAY : ભચાઉ હાઇવે પર 4 વાહન વચ્ચેના અક્સ્માતમાં બેનાં મોત, કાર-ટેમ્પોની ટક્કર બાદ બ્લાસ્ટ, 1 વર્ષનું બાળક જીવતું સળગ્યું.

BHACHAU HIGHWAY : ભચાઉ હાઇવે પર 4 વાહન વચ્ચેના અક્સ્માતમાં બેનાં મોત, કાર-ટેમ્પોની ટક્કર બાદ બ્લાસ્ટ, 1 વર્ષનું બાળક જીવતું સળગ્યું.

BHACHAU  HIGHWAY
BHACHAU HIGHWAY

BHACHAU HIGHWAY : કચ્છના ભચાઉમાં ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષના બાળક અને એક ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી હતી.

આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. એમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથું થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતાં બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયાં હતાં, જેમાં એક ટ્રેલરચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

BHACHAU HIGHWAY
BHACHAU HIGHWAY

BHACHAU HIGHWAY : ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે, જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

ભચાઉ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ લગભગ 12.30 વાગ્યાના અરસામાં ઇમર્જન્સી કોલ મળતાં ઘટનાસ્થળે ટીમ સાથે દોડી ગઈ હતી, જ્યાં આઇસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી. પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહનચાલકો બહાર ખસેડતા હતા એમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવાની કામગીરી શરૂ કરી હતી.

કુલ ચાર વાહન ટકરાયેલાં જોવા મળ્યાં હતાં, જોકે કારમાં સવાર બાળકને બચાવી ન શકાયું. બાળકનાં માતા-પિતાને ગંભીર હાલતમાં પ્રથમ ભચાઉની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુઅલ્સ મારફત ભુજ લઈ જવામાં આવ્યાં હોવાનું માલૂમ પડ્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *