BEAUTY OF KUTCH : વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, સલામતી માટે મુલાકાત ટાળવા સૂચના

BEAUTY OF KUTCH : વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, સલામતી માટે મુલાકાત ટાળવા સૂચના

BEAUTY OF KUTCH
BEAUTY OF KUTCH

BEAUTY OF KUTCH : કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ ફરી એકવાર જીવંત થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાલરધુના ધોધ વહેતો થયો છે.

BEAUTY OF KUTCH 1
BEAUTY OF KUTCH 1

BEAUTY OF KUTCH : કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે

BEAUTY OF KUTCH 2
BEAUTY OF KUTCH 2

BEAUTY OF KUTCH : ભૂજ- નખત્રાણા હાઈવે પર આવેલા પુરેશ્વર મંદિર પાસે આ ધોધ આવ્યો છે. કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ ફરી એકવાર જીવંત થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાલરધુના ધોધ વહેતો થયો છે.

BEAUTY OF KUTCH : ધોધ વહેતો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ધોધનો નજારો માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતાં. સોમવારના ધોધના ઉપરવાસ મંગવાણા- દેશલપરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ધોધ પુનઃ જીવંત બન્યો છે.

કચ્છમાં સારા ચોમાસામાં કડિયા ધ્રો, ખુડીવાળા મહાદેવ, ફોટ મહાદેવ, પાલારધૂના, ધિણોધર, નનામો, છપ્પરીયા રખાલ અને નિલાંગર મહાદેવ જેવા ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોએ લોકો મુલાકાતે જાય છે. જો કે લોકો સલામતીને અગ્રતા આપે એ જરૂરી છે.

વરસાદી પાણીમાં રહેલી ઊર્જા ફોર વ્હીલ વાહનોને પણ ખેંચી જવા સક્ષમ છે. આથી કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા સૂચના આપવામાં આવી છે. તળાવો અને નહેરોના વહેતા પાણીથી દૂર રહેવું જરૂરી છે. સ્થાનિક વહીવટી તંત્રે લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

BEAUTY OF KUTCH 3

મોરબી જિલ્લા અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે હળવદનો બ્રાહ્મણી-1 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા 15 ગામને એલર્ટ કરાયા હતા. પ્રશાસન તરફથી ડેમના નીચાણવાળા ગામોના લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા સૂચના અપાઈ છે. ડેમ સંપૂર્ણ ભરાતા પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, કડિયાણા,ગોલાસણ, રણજીતગઢ, ધનાળા, દેવળિયા, સુરવદર, ઈશ્વરનગર, ધનાળા સહિતના ગામોને એલર્ટ કરાયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ આજે ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે આજિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં પણ આજે ભારે વરસાની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *