
BCCI જય શાહના નેતૃત્વમાં મહિલા ક્રિકેટનો દબદબો, BCCI સેક્રેટરીએ કર્યા ભરપૂર વખાણ
BCCI લંડન: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ અને તેમાં ઓસ્ટ્રેલિયાની ભવ્ય જીત સાથે જ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ સફળતા બાદ BCCIના સેક્રેટરી દેવાજીત સૈકિયાએ ICC અને ખાસ કરીને તેના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

BCCI : લગભગ 28,000થી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી આ રોમાંચક ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને સાતમી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. આ ઐતિહાસિક જીત પર ટિપ્પણી કરતા દેવાજીત સૈકિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, “મહિલા ક્રિકેટનો વૈશ્વિક સ્તરે આટલો મોટો ઉદય જોઈને ખૂબ આનંદ થાય છે. લોર્ડ્સ જેવા સ્ટેડિયમમાં હાઉસફુલ ભીડ એ સાબિત કરે છે કે મહિલા ક્રિકેટની લોકપ્રિયતા કેટલી ઝડપથી વધી રહી છે.”
BCCIના સેક્રેટરી દેવાજીત સૈકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “ICCના વડા જય શાહના ગતિશીલ નેતૃત્વ હેઠળ મહિલા ક્રિકેટમાં જે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પરિવર્તને વિશ્વભરના નવા ક્રિકેટ ચાહકોને પ્રેરણા આપી છે.” ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના 150 રનના લક્ષ્યાંકને માત્ર 17.1 ઓવરમાં પાર કરીને પોતાની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. બેથ મૂનીએ 49 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
