BANK OFFICER FRAUDED BANK : વડોદરામાં બેંકનાં ઓફિસરે જ BOBના MS યુનિવર્સિટી કેમ્પસ શાખાના અધિકારી દ્વારા 7.93 લાખની ઉચાપત.

BANK OFFICER FRAUDED BANK : વડોદરામાં બેંકનાં ઓફિસરે જ BOBના MS યુનિવર્સિટી કેમ્પસ શાખાના અધિકારી દ્વારા 7.93 લાખની ઉચાપત.

BANK OFFICER FRAUDED BANK
BANK OFFICER FRAUDED BANK

BANK OFFICER FRAUDED BANK : બેંકો સાથે ગઠીયાઓ છેતરપિંડી આચરતા હોવાના કિસ્સાની સાથે હવે બેંક મેનેજરો પણ ઠગાઇ કરતા હોવાના કિસ્સા વધવા માંડ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

BANK OFFICER FRAUDED  BANK
BANK OFFICER FRAUDED BANK

વડોદરા શહેરના ફતેગંજ સર્કલ નજીક આવેલા બેંક ઓફ બરોડાની MS યુનિવર્સિટી કેમ્પસ શાખામાં ફરજ બજાવતા મેનેજર મિતાલી વેદાનીએ નોંધાવેલી ફરીયાદ મુજબ તેમની શાખામાં સ્કેલ વન ઓફિસર તરીકે ફરજ બજાવતા સંદિપ ચૌહાણ (રહે. આસ્થા રેસીડન્સી, માંજલપુર, વડોદરા)એ વર્ષ 2022થી 2024 સુધીમાં બેંકમાં આવતા ગ્રાહકોને કયા પ્રકારના ખાતા ખોલવા તે માહિતી આપવાનું કામ તથા બેંકમાં થતા ટ્રાન્જેક્શનનું કામ કરતો હતો.

બે વર્ષ દરમિયાન સંદીપે બેંકના પાર્કિંગ એકાઉન્ટમાંથી જુદા જુદા સમયે ટુકડે ટુકડે રૂ. 7,93,531 જેટલી રકમ રમિલા ગોરાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જોકે આ બાબત બેંકના ફ્રોડ ડીપાર્ટમેન્ટના ધ્યાને આવતા તેમણે બેંક મેનેજરને ઇમેલ કરી જાણ કરી હતી કે, બેંકના પાર્કિંગ ખાતામાંથી રૂ. 3,85,905ની રકમ રમિલા ગોરાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જે અંગે તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આ સમયે સંદિપ ચૌહાણની પુછપરછ કરતા ખોટુ ટ્રાન્જેક્શન થઇ ગયું હોવાનું જણાવી રમિલા ગોરાના ખાતામાં ટ્રાન્સફર કરાયેલી રકમ બેંકમાં પરત જમા કરાવી દીધી હતી.

આ દરમિયાન ફ્રોડ ડીપાર્ટમેન્ટને શંકા જતા રમિલા ગોરાના બેંક ખાતાની તપાસ કરતા સંદિપ ચૌહાણનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જેમાં બેંકના પાર્કિંગ ખાતામાંથી ટુકડે ટુકડે કૂલ રૂ. કૂલ રૂ. 7,93,531ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેથી સંદિપ ચૌહાણ સામે બેંક ઓફ બરોડાએ ઇન્કવાયરી બેસાડી તેને સયાજીગંજ ખાતેની હેડ ઓફીસે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

ઇન્કવાયરી સમયે સંદિપે કબુલાત કરી હતી કે, મારાથી ભૂલ થઇ ગઇ છે. તેવામાં બેંકે ગત તા. 17 ડીસેમ્બરના રોજ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. જોકે ત્યારબાદ પણ તેણે બેંકમાં બાકી નીકળતી રકમ રૂ. 4,07,626ની રકમ જમા નહી કરાવતા આખરે તેની સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.

બેંક મેનેજરે નોંધાવેલી ફરીયાદ અનુસાર 11 જૂલાઇ 2024ના રોજ તેઓની શાખાના ચાર સેવીંગ ખાતામાં રૂ. 3.85 લાખની રકમ જમા થઇ હતી. જોકે આ ખાતા ધારકોએ વ્યાજની રકમ અમને નથી જોઇતી તેવી લેખિતમાં બેંકને જાણ કરી હતી. જે રકમ બેંકે પરત લઇને બેંકના પાર્કિંગ એકાઉન્ટમાં સંદિપે જમા કરાવી અને ત્યારબાદ આ જ રકમ પોતાના ભુતીયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *