ATTEMPT TO MURDER : લોરીયા ગામના આરોપીએ ખેતર પચાવી પાડવા ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો,

ATTEMPT TO MURDER : લોરીયા ગામના આરોપીએ ખેતર પચાવી પાડવા ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો,

ATTEMPT TO MURDER
ATTEMPT TO MURDER

ભુજ તાલુકાના લોરીયા ગામની સીમ વિસ્તારમાં ખેતર પચાવી પાડવાના ઇરાદે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજે પકડી પાડ્યો છે. આ કેસમાં ફરિયાદીનું ખેતર લોરીયા ગામની સીમમાં આવેલું છે. આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા આ ખેતર પચાવી પાડવા માંગતો હતો. આરોપીએ ફરિયાદીના ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે રૂપિયા 5 લાખ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું.

ATTEMPT TO MURDER
ATTEMPT TO MURDER

આરોપીએ ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને સાક્ષીઓને ખેતરમાં પ્રવેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધાયો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજાને લોરીયા, ભુજથી પકડી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *