ARRESTS 4 AL QAEDA TERRORISTS : અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, આરોપીઓનું પાક. કનેક્શન

ARRESTS 4 AL QAEDA TERRORISTS : ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આમાંથી 2 આરોપીઓ ગુજરાતમાંથી, 1 દિલ્હીમાંથી અને 1 નોઈડામાંથી ઝડપાયો છે.
ATS ના ડીઆઈજી સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા. તેઓ ગુજરાતની ગતિવિધિઓ વિશે પણ ચર્ચાઓ કરતા હતા. ATS એ તેમની પાસેથી કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને ચેટ્સ પણ જપ્ત કર્યા છે, જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં અલકાયદા સંબંધિત માહિતી અને ભડકાઉ સામગ્રી પોસ્ટ કરતા હતા.
ARRESTS 4 AL QAEDA TERRORISTS : તપાસમાં સામે આવ્યું કે, મુજાહિદ્દીન 1 અને મુજાહિદ્દીન 3 નામના એકાઉન્ટ્સ એક જ વ્યક્તિ દ્વારા ઓપરેટ કરવામાં આવતા હતા. આ એકાઉન્ટ્સ પર લોકશાહી વિરુદ્ધ માહિતી પણ શેર કરવામાં આવતી હતી. અમદાવાદના ફતેહવાડીમાંથી પકડાયેલા એક આરોપી પાસેથી અલકાયદાનું સાહિત્ય અને તલવાર પણ મળી આવી હતી. દિલ્હીના આરોપીઓ પાકિસ્તાનના લોકો સાથે કનેક્શન ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ મામલે અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે અને વધુ તપાસ ચાલી રહી છે. આસીફ ઉંમર જે અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો તેનું ભાષણ ઇન્સ્ટમાં મુકતા હતા. શરિયત દેશમાં વધારેમાં વધારે ફેલાય તે માટે પ્રયાસ કરતા હતા. અંગ્રેજી અને ઉર્દુમાં સ્ટેટમેન્ટ લખતા હતા. જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી છે. તેમાં ભારત વિરોધી વિગત પોસ્ટ કરી હોવાની વિગત જાણવા મળી છે.
ARRESTS 4 AL QAEDA TERRORISTS : ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હતા. તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા.
સમગ્ર બાબતે ATSની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી. એ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ચારમાંથી ત્રણ વ્યક્તિ ગુજરાતમાંથી પકડાઈ છે, જ્યારે અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાઈ હોવાનું ગુજરાત ATSના અધિકારીઓ જણાવી રહ્યા છે.
ARRESTS 4 AL QAEDA TERRORISTS : બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત ATSને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓટો ડિલિટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.
ARRESTS 4 AL QAEDA TERRORISTS : ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં
- મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી),
- મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ),
- સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા)
- ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે.