અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂ.નો ભાવ વધારો

અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

ગુજરાતની જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. મહત્વનું છે કે, અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી જ લાગુ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *