Ahmedabad Weather : અમદાવાદ હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Ahmedabad Weather
Ahmedabad Weather

Ahmedabad Weather : અમદાવાદ હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Ahmedabad Weather : અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. આગામી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

Ahmedabad Weather: આકરા તાપથી લોકો ત્રસ્ત 

Ahmedabad Weather: રવિવારે (આઠમી જૂન) અમદાવાદમાં 40.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 14મી જૂન સુધી તાપમાન 42 સુધી પહોંચતાં ગરમીનું પ્રમાણ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાતોને મતે 14 જૂન બાદ અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. અલબત્ત, ગરમીનું પ્રમાણ પણ યથાવત્ રહેશે.

Ahmedabad Weather: રાજ્યમાંથી આજે અન્યત્ર કંડલા એરપોર્ટમાં 42, ડીસામાં 40.07 , ગાંધીનગરમાં 40, રાજકોટમાં 39.5, ભુજમાં 38.6, વડોદરામાં 37.4, ભાવનગરમાં 37.2 , સુરતમાં 35.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *