
Ahmedabad rain અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ
Ahmedabad rain હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી સાત દિવસ એટલે કે, 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યામાં આવતીકાલ (24 ઓગસ્ટ)થી વરસાદનું જોર હજુ વધશે. આજે સાંબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Ahmedabad rain અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સરખેજ, મકરબા, એસ.જી હાઇવે, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર રાણીપ, અખબાર નગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો
Ahmedabad rain 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad rain હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, માં ઓરેન્જ એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

Ahmedabad rain 11 જિલ્લામાં યેલો એલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 11 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. સાંજે પાંચ વાગ્યા સુધી કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકામાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.
Ahmedabad rain હવામાન વિભાગની આગાહી
23 ઓગસ્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
24 ઓગસ્ટઃ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.