અમદાવાદની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત

અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગવાને કારણે પતિ-પત્નીનું કરુણ મોત, રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનું સામે આવ્યું

અમદાવાદની એક હોસ્પિટલ માં આગ લાગ્યાની ઘટના સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. મહત્વનું છે કે, આગને કારણે દાઝી જવાથી બંનેના કરુણ મૃત્યુ થતાં છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના નારાણપૂરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલ માં આગ લાગી હતી. જોકે આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સવારે સ્ટાફ આવ્યો તો મૃતદેહ સીડીમાં પડ્યા હતા

ગઇકાલે રાત્રે લાગેલી આગમાં પતિ-પત્નીના મોત થયા છે. જોકે ખુદ હોસ્પિટલનો સ્ટાફ સવારે આવ્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ સીડીઓમાં પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *