AHMEDABAD CRIME NEWS : અમદાવાદના ચાંગોદરમાં બે વૃદ્ધાની હત્યા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

AHMEDABAD CRIME NEWS : અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ગત 14 એપ્રિલ, 2025ના રોજ પથ્થરોના ઘા મારીને દેરાણી-જેઠાણીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. પોલીસે 4 ટીમો અને 150થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે. જેમાં 15 મિનિટના ગાળામાં બે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનારા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વૃદ્ધા પાસે શરીરસુખની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
AHMEDABAD CRIME NEWS : અમદાવાદના સાણંદ તાલુકાના ચાંચરાવાડી વાસણા ગામના પાટિયા વિસ્તાર નજીક એક ગોચરમાં ગત 14 એપ્રિલ, 2025ના રોજ જતનબહેન સોલંકી અને સોનબહેન સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને વૃદ્ધ મહિલાઓ નજીકના માટોડા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ 15 મિનિટના ગાળામાં દેરાણી-જેઠાણી એમ બે વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી.
AHMEDABAD CRIME NEWS : ડબલ મર્ડર કેસ મામલે LCB, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ચાંગોદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ફોરેન્સિકની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં LCB ટીમે મધ્યપ્રદેશના સતના જિલ્લાના પ્રતાપપુર ગામના વતની ભોલે કોલ (ઉં.વ.47) ને શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યો હતો. ભોલે પરણિત છે અને ચાંચરાવાડી વાસણામાં ભાડે રહેતો હતો અને આરોપી ચાંદોગરની એક કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કરતો હતો. જ્યારે ઘટના પછી આરોપી તરત પોતાના વતન ભાગી ગયો હતો. જેને લઈને LCBની ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી, જ્યાં ભોલેની પૂછપરછ કરતાં તેણે બંને મહિલાઓને પથ્થરથી મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
AHMEDABAD CRIME NEWS : પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પીડિતાઓ સાથે વ્યક્તિગત રીતે પરિચિત હતો. ઘટનાના દિવસે તેણે કથિત રીતે મહિલા પાસે જાતીય સંબંધની માગ કરતાં વૃદ્ધાએ ઠપકો આપતા આરોપીએ ગુસ્સામાં પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ દરમિયાન અન્ય મહિલાએ મદદ મેળવવા ગામ તરફ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીએ તેનો પીછો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.