
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસના કર્મચારીઓને ડ્રેસ આપવામાં આવશે જે માટે એએમટીએસ દ્વારા 40 લાખનો ખર્ચ કરવામાં આવશે. જે માટે ખાલી સિલાઈનો ખર્ચ 12.34 લાખ છે જ્યારે કાપડનો ખર્ચ 29.88 લાખ છે.
બે જોડી ડ્રેસ આપવાની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવી છે. નોંધનીય છે કે કુલ 12,348 મીટર કાપડ ખરીદવાની મંજૂરી માંગવામાં આવી છે. 242 પ્રતિ મીટરના ભાવે મીટર કાપડ ખરીદવાની મંજૂરી માંગવામાં આવી છે.
એક તરફ એએમટીએસ પર દિવસેને દિવસે દેવું વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર મોટો ખર્ચ ડ્રેસ પાછળ કરવામાં આવશે. 3870 કરોડનું જંગી આર્થિક દેવું ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કુલ 1764 કર્મચારીઓને ડ્રેસ આપવામાં આવશે. બે જોડી કપડાનો ડ્રેસ આપવામાં આવશે.
3870 કરોડનું જંગી આર્થિક દેવું છે
3870 કરોડનું જંગી આર્થિક દેવું ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને માથે છે. અમદાવાદની ટ્રાન્સપોર્ટ સર્વિંસ એવી એએમટીએસ સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ માનવામાં આવે છે. ખાધ ખઈને પણ લોકોને સર્વિસ આપવામાં આવી રહી છે. AMTS દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ૮૦ લાખની વસ્તીને સિટી બસ સેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. AMTS દ્વારા કુલ ૧૩૪ રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. AMTS અને BRTS બંને મળીને ૯૫૦ જેટલી બસો દ્વારા નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડવામા આવે છે.