AHIR COMMUNITY MADE RULES FOR WEDDING : કચ્છના આહીર સમાજની એક અનોખી પહેલ, લગ્નમાં 4 તોલા થી વધુ દાગીના આપવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને 5.51 લાખનો દંડ

AHIR COMMUNITY MADE RULES FOR WEDDING : કચ્છના આહીર સમાજની એક અનોખી પહેલ, લગ્નમાં 4 તોલા થી વધુ દાગીના આપવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને 5.51 લાખનો દંડ

AHIR COMMUNITY
AHIR COMMUNITY

AHIR COMMUNITY MADE RULES FOR WEDDING : 25મી તારીખે અંધારી તેરસનું વણજોયું મુહૂર્ત છે ત્યારે આ નિર્ણયથી હજારો પરિવારને રાહત મળશે અને દેખાદેખીમાં સગાઇ-લગ્ન પાછળ થતા લાખો રૂપિયાનો ખર્ચ અટકી જશે. દાગીનાની લેતીદેતી નહીં કરી શકાય, પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ, ભોજન સમારંભમાં 6થી વધુ વસ્તુઓ નહીં. આ એવો નિર્ણયો છે, જેને અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાંથી પણ આવકાર મળી રહ્યો છે.

AHIR COMMUNITY  : આવા નિર્ણય શા માટે લેવા પડ્યા? આની શું અસર થશે? જો કોઈ આ નિર્ણય ન માને તો શું? વગેરે સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે લોડાઈ પ્રાથરિયા આહીર સમાજના પ્રમુખ ભૂરાભાઇ આહીર સાથે ખાસ વાતચીત કરી હતી, સાથે જ 25મી તારીખે જેમનાં લગ્ન થવાનાં છે એ વરરાજા આ નિર્ણય અંગે શું માની રહ્યા છે એ પણ જાણ્યું હતું.પ્રાથરિયા આહીર સમાજની પરંપરા મુજબ આખા વર્ષમાં એક જ દિવસે લગ્ન થાય છે. આ પરંપરાની શરૂઆત આજથી લગભગ સાડાપાંચ હજાર વર્ષ પૂર્વે થઇ હતી. એક લોકવાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણને લઇને યાદવો સહદેવ પાસે લગ્નનું મુહૂર્ત જોવડાવવા માટે ગયા હતા. એ સમયે સહદેવે વૈશાખ મહિનાની અંધારી તેરસે લગ્નનું મુહૂર્ત કાઢ્યું હતું.

AHIR COMMUNITY  : આ વખતે રવિવારે (25 મે)ના રોજ અંધારી તેરસ આવતી હોવાથી આ દિવસે પ્રાથરિયા આહીર સમાજમાં મોટી સંખ્યામાં લગ્ન થવાનાં છે. જે લોકોનાં લગ્ન રહી જાય છે તેમને આવતા વર્ષની અંધારી તેરસ સુધી રાહ જોવી પડે છે. પ્રાથરિયા આહીર સમાજમાં એક કહેવત પણ છે કે આ વર્ષે પૈણુંગા ઈ પૈણુંગા, રઉગા ઈ રઉગા. એનો અર્થ થાય છે કે આ વર્ષે જેના લગ્ન થઇ ગયા એ થઇ ગયા અને રહી ગયા એ રહી ગયા.લોડાઈ પ્રાથરિયા આહીર સમાજની બેઠક મળી હતી. પ્રાથરિયા આહીર સમાજે જે કેટલાક નિર્ણયો લીધા છે એમાં અમુક પ્રકારના દાગીના પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સગાઇમાં દાગીનાની લેતી-દેતી પર પ્રતિબંધ, દાંડિયારાસ પર પ્રતિબંધ, ભોજન સમારંભમાં 6થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત ફરજિયાત લગ્ન નોંધણી કરાવવાનો નિયમ પણ બનાવ્યો છે. જો કોઇ આ નિર્ણયોનું ઉલ્લંઘન કરે તો તેને 5.51 લાખ રૂપિયાનો દંડ કરાશે.

AHIR COMMUNITY
AHIR COMMUNITY

AHIR COMMUNITY  : ભૂરાભાઇ આહીરે દિવ્ય ભાસ્કરને કહ્યું, અમારા લોડાઇ પ્રાંથરિયા આહીર સમાજમાં ભુજની આસપાસનાં 30 ગામનો સમાવેશ થાય છે. અમારે ત્યાં વૈશાખ મહિનાની અંધારી તેરસના દિવસે મુહૂર્ત વગરનાં લગ્નો હોય છે. કૃષ્ણ ભગવાનની કૃપાથી આ દિવસ નક્કી કરાયો છે. આ એવો પવિત્ર દિવસ છે, જે દિવસે કોઇપણ મુહૂર્ત જોવડાવવાની જરૂર પડતી નથી.આ સામાજિક સુધારાનો પાયો 1-2 વર્ષ પહેલાં નખાયો હતો. ભૂરાભાઇ કહે છે કે આજથી એકાદ-બે વર્ષ પહેલાંની વાત છે. સમાજની કેટલીક બહેનો અને માતાઓએ સમાજની સમક્ષ લગ્નપ્રસંગમાં અપાતા સોનાના દાગીનાઓને લઇને વેદના વ્યક્ત કરી હતી. આ વાત સતત અમારા દિમાગમાં હતી. અમે પણ બે-એક વર્ષથી આ અંગે કંઇક નિર્ણય લેવાય એ માટે કોશિશમાં હતા.

AHIR COMMUNITY  : સામાજિક સુધારા પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે આનું કારણ એટલું જ છે જ્યારે દીકરા-દીકરીઓનું સગપણ નક્કી થાય છે ત્યારે એ માટે 25 લાખથી લઇને 40 લાખના દાગીના આપવામાં આવે છે. જ્યારે દીકરાવાળા દીકરીવાળાને દાગીના આપે છે ત્યારે એ દીકરાના માવતરે ક્ષમતા ન હોય છતાં પણ ફરજિયાતપણે દાગીના આપવા પડતા હતા. જો તેઓ આ દાગીના આપે એ પછી જ દીકરાનું સગપણ નક્કી થાય છે. આવી એક પ્રથા પડી ગઇ હતી.

AHIR COMMUNITY  : ‘આપણે એને દેખાદેખી પણ કહી શકીએ કે પેલાએ આટલા આપ્યા તો આપણે પણ આટલા આપવા જ પડે. અમારા સમાજમાં આ જે દૂષણ હતું એને ડામવા માટે અમે કેટલાક નિર્ણયો કર્યા છે, જેને તાજેતરમાં જ અમારી મળેલી નાતમાં 1200થી 1500 લોકોની હાજરીમાં અમલમાં મૂક્યા છે.’

આ નિર્ણય લેતાં પહેલાં શું-શું કર્યું એનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, જ્યારે હું પ્રમુખ બન્યો ત્યારે અમારા ઉપપ્રમુખો, મંત્રીઓ સહિતની ટીમો ત્રીસેત્રીસ ગામમાં જઇને ફરીને લોકોના રિવ્યૂ લીધા હતા. આ પછી દરેક ગામમાંથી પ્રસ્તાવો આવ્યા હતા.

AHIR COMMUNITY  : ‘આ પ્રસ્તાવો અંગે 99.99 ટકા લોકોએ કહ્યું કે દાગીનાની જે પ્રથા છે એ કાઢવી જરૂરી છે. આ પછી અમારી કારોબારી બોલાવવામાં આવી, જ્યાં અમે સમાજને લગતા નિર્ણયો કર્યા હતા. ત્યાર બાદ જનરલ સભા બોલાવી, જેમાં બધાએ આ નિર્ણયને બહાલી આપી હતી. આમાં ન માત્ર સોનાના દાગીના, એ ઉપરાંત પણ અન્ય પાંચ નિર્ણય પણ અમે લીધા છે, જેને બધાએ બંને હાથ ઊંચા કરીને પાસ કર્યા છે.’

‘મારી સમાજના પ્રમુખ તરીકે નિમણૂક થઇ ત્યારે સમાજમાંથી એક માગ ઊઠી. મારી પાસે કેટલાંક સૂચનો આવ્યાં કે જો તમારે સમાજ માટે કંઇક કરવું હોય તો એવું કંઇક કરો, જેનાથી સમાજને મોટો ફાયદો મળે, કેમ કે આ કારણોસર ઘણા લોકો દેવામાં ડૂબી જતા હોય છે, પણ કોઇ કહેતું નથી કે અમારા માથે દેવું છે.’

AHIR COMMUNITY  : ‘બીજી બાજુ દીકરા-દીકરીઓથી પણ માતા-પિતા સંતાડતા હોય છે કે અમારી આવી પરિસ્થિતિ નથી છતાં પણ અમે આવું કર્યું છે. આવી પરિસ્થિતિમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને, કોઇ દીકરીને દાગીનો ન મળ્યો હોય તો તેને સાંભળવું ન પડે કે તને તારા માવતર તરફથી દાગીના નથી આપ્યા.’ તેમણે ઉમેર્યું કે લગ્ન માટે જે 25થી 50 લાખના દાગીના આપવામાં આવે છે એમાં પાંદડાં, ઝરમર, હાથની ચૂડ અને પંજાનો સમાવેશ થાય છે. આ ખૂબ મોટા દાગીનાઓ હોય છે, એટલે આ દાગીનાઓ પર અમે પ્રતિબંધ મૂક્યો છે.

AHIR COMMUNITY  : તેઓ કહે છે કે બીજા ઠરાવમાં અમે એવું નક્કી કર્યું છે કે જો દીકરાનું સગપણ કરવું હોય તો દીકરાવાળા તે દીકરીને એટલું જ આપી શકશે, જે અમારા આહીરની ઓળખાણ કહેવાય છે, જેમાં રામરામી 4 તોલાનું હોવું જોઇએ, મંગળસૂત્ર 4 તોલાનું હોવું જોઇએ. કાનની સોનાની વસ્તુ અને પગની ચાંદીની વસ્તુ જ આપી શકશે, કેમ કે આજે સોનાનો ભાવ જ્યાં પહોંચ્યો છે એ જોતાં તો આટલા દાગીના પણ 8 લાખથી વધુના થાય છે.

AHIR COMMUNITY  : ‘આવા સંજોગોમાં દીકરાવાળાની 17 લાખની આસપાસની રકમ બચી જાય છે. જો એક ઘરમાં ત્રણેક દીકરા હોય તો એમાં અંદાજે 50 લાખથી વધુનો ખર્ચ બચી જાય છે. જો આ ચાર દાગીના સિવાય વધારે દાગીના આપશે તો તેની સામે દંડની કાર્યવાહી કરાશે. એમાં અમે 1 લાખથી લઇને 5 લાખ કરતાં વધુનો દંડ ફટકારીશું.’

 

AHIR COMMUNITY-2
AHIR COMMUNITY
AHIR COMMUNITY
AHIR COMMUNITY

AHIR COMMUNITY  :  સમાજમાં કેવા કેવા પ્રકારનાં દૂષણો થઇ ગયાં હતાં, જેના કારણે આ પ્રકારના નિર્ણયો લેવા પડ્યાં એ અંગે પૂછતાં ભૂરાભાઇએ કહ્યું, દાગીના માટે થઇને કાં તો માતા કાં તો દીકરી, ભાઇ અથવા તો તેના પિતા સાથે પણ એવા અનિચ્છનીય બનાવો બન્યા છે. લોકો તણાવમાં આવી જાય છે. ‘કેટલાક કિસ્સાઓમાં તો પિતા પર વ્યાજરૂપી દેવું પણ થઇ જાય છે, કેમ કે કેટલાક પરિવાર પાસે માત્ર 10 લાખ રૂપિયા હોય અને સામે 25 લાખના દાગીના લેવાના હોય એટલે તેને ઉછીના પૈસા લાવીને પણ દાગીના આપવા પડે છે. કેટલાક કિસ્સામાં તો એવું પણ બન્યું છે કે દીકરાની સગાઇ કરવા માટે થઇને જમીનો વેચી દેવી પડી છે. આ નિર્ણયથી સોનાના દાગીના પાછળ થતો 25 લાખનો ખર્ચ બચશે.

AHIR COMMUNITY  :  ત્રીજો ઠરાવ લગ્નપ્રસંગમાં પ્રી-વેડિંગ શૂટ અંગે કર્યો છે. ભૂરાભાઇએ કહ્યું, અમારા સમાજમાં 2 કે 3 વર્ષથી પ્રી-વેડિંગ શરૂ થયું હતું. આ બાબત પણ દેખાદેખીના લીધે જ આવી છે. નાનો માણસ હોય તો 40થી 50 હજાર અને મોટા માણસો હોય તો લાખો રૂપિયા માત્ર પ્રી-વેડિંગ પાછળ ખર્ચતા હોય છે. અમારી દીકરીઓ બીજી જ્ઞાતિની દીકરીઓને જોઇને આમાં એન્ટર થતી હતી એટલે આ બાબતે પણ અમે વહેલી તકે જાગીને નિર્ણય કર્યો કે હવેથી કોઇએ પ્રી-વેડિંગ કરાવવાનું નથી. જો કોઇ આવું કરે તો તેને દંડ ફટકારવામાં આવશે.

AHIR COMMUNITY  : ‘ચોથો ઠરાવ હલ્દી સેરેમની અંગેનો કર્યો છે. અમારા સમાજમાં હલ્દીની કોઇ પ્રથા જ નહોતી. આ પ્રથા પણ બે કે ત્રણ વર્ષથી જોવા મળી રહી છે. મારી પાસે ઘણા એવા પણ પ્રશ્નો આવ્યા છે કે હલ્દીની પ્રથા ખૂબ જ જરૂરી છે, એના વગર લગ્ન અધૂરા છે. આ પ્રથા અમારા સમાજમાં છેલ્લાં 3 વર્ષથી આવી છે. અમે આ પ્રથાને પીઠી કહેતા હતા. દેખાદેખીને કારણે આ પીઠીની પ્રથાને હલ્દીમાં ફેરવી નાખી હતી. ‘

AHIR COMMUNITY  : પાંચમો ઠરાવ લગ્નમાં ભોજન સમારંભ માટેનો છે. ભૂરાભાઇ કહે છે કે આજના સમયમાં આહીર સમાજના લોકોને ખોટા ખર્ચા કરવા પરવડે નહીં. જો પરવડે તો કરાય પણ નહીં. આ નિર્ણય અંતર્ગત છાશ, પાપડ, દાળ-ભાતને છોડીને માત્ર ને માત્ર 6 જ વસ્તુ ભોજનમાં રાખી શકાશે. પાણીપૂરી, ચાટ કે પછી 18 જાતનાં ભોજનો રાખવાથી હું માનુ છું કે ફેમિલીના પૈસાનો બગાડ જ થાય છે, કેમ કે આ બધી વસ્તુઓ લોકો થોડી થોડી જ ખાતા હોય છે છતાં જેના ઘરે પ્રસંગ હોય તેને આખી પ્લેટના પૈસા ચૂકવવા પડતા હોય છે, એટલે અમે આવા નિર્ણયો લીધા છે.

‘અમારા આહીરોમાં એક ગામમાં એકસાથે ઘણાં લગ્નો થતાં હોય છે. બધા જ લોકો દાંડિયારાસ રાખતા હોય છે. આ પ્રસંગે તેઓ કલાકારોને બોલાવતા હોય છે, જેમાં તેઓ 2 લાખથી લઇને 5 લાખ રૂપિયા સુધી લેતા હોય છે. આવા સંજોગોમાં અમે દાંડિયારાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અમારા આ નિર્ણયને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’AHIR COMMUNITY  :

AHIR COMMUNITY  : ‘મને ખાતરી છે કે આવનારા દિવસોમાં અન્ય સમાજો પણ આવું કરશે. હાલમાં હું આહીર સમાજ વિશે કહું છું કે અમારા સમાજમાં જે પણ કંઇ દૂષણો છે એને અમે તિલાંજલિ આપી છે. આ નિર્ણય પછી હવે અંધારી તેરસ આવી રહી છે એટલે હાલમાં લગ્નોની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે છતાં પણ કોઇએ પ્રતિબંધિત દાગીનાઓ પહેર્યા નથી એટલે સ્વાભાવિક રીતે કહી શકાય કે આ નિર્ણય લોકોને ખૂબ જ ગમ્યો છે.’

‘હાલમાં અમારા સમાજે આ પહેલ કરી છે, જે અંતર્ગત 30 ગામના લોકો આ નિયમનું પાલન કરી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી આવતા વર્ષે અન્ય પંથકના બધા જ લોકો આ નિર્ણયમાં જવા માગે છે, કેમ કે દરેક પંથકના પ્રમુખો છે, તેઓ મને પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે તમે પહેલ કેવી રીતે કરી?

AHIR COMMUNITY  : તેમણે કહ્યું, દાગીના આપવાની શરૂઆત થઇ એને કંઇ લાંબો સમય નથી થયો. અમારા જે પૂર્વજો હતા તેઓ ઓછા દાગીનામાં જ બધું કરતા હતા, પણ જ્યારે સારો પ્રવાહ ચાલ્યો અને લોકો પૈસા કમાતા થયા એવામાં પૈસાનો ફૂગાવો થયો છે. લગભગ 2006થી 2013નો સમય હતો ત્યારે લોકોને જમીનોના પૈસા મળ્યા, એમાંથી આ ફૂગાવો થયો છે. એના પરિણામે ત્યારથી જ દાગીના અને પૈસાની દેખાદેખી શરૂ થઇ છે, પણ આ નિર્ણય લીધા પછી હવે એક પરિવારનો પ્રસંગ માત્ર 8થી 9 લાખમાં થઇ જશે અને તેમને 17થી 18 લાખ રૂપિયા સુધીની બચત થશે.

AHIR COMMUNITY  : તેમણે છેલ્લે કહ્યું હતું કે અમારા સમાજમાં ઘોડિયા અને સાટા સગપણ છે એટલે જેટલી વસ્તુ સામે આપે એટલી જ વસ્તુ લેવાની થતી હતી, પણ જો આ આઠેક લાખમાં સગાઇ થઇ જાય તો સાટા સગપણ સદંતર બંધ થઇ જશે. આવા સંજોગોમાં દીકરીઓને ફાયદો એ થાય કે જ્યારે દીકરી 18 વર્ષની થાય પછી જ તેનું સગપણ થાય તો તેને મનપસંદ સાથી મળી રહે. 18 વર્ષની દીકરી થઇ ગયા પછી તેને જાતે પણ ખબર પડે કે મારો જીવન સાથી કેવો હોવો જોઇએ એટલે તેની સ્વતંત્રતા પણ દીકરીને મળે.

AHIR COMMUNITY  : જો નાની બહેન કોઇ સંજોગોમાં એમ કહે કે મારે સામેવાળા છોકરા સાથે લગ્ન નથી કરવા તો લગ્ન થયેલી દીકરીનું લગ્નજીવન પણ બગડી જાય છે. તેને સંતાનો સાથે પાછું ઘરે આવવું પડે છે’આવા સંજોગોમાં એ દીકરી માટે બીજું સગપણ શોધવું પડે છે. આવા અનેક કિસ્સાઓ અમારા સમાજમાં બની ગયા છે. આવા નિર્ણય થવાથી માતા-પિતાને જ નહીં, સમાજનાં દીકરા- દીકરીઓને પણ ફાયદો થશે. આનું પરિણામ 5 વર્ષ પછી જોવા મળશે.’

AHIR COMMUNITY  : જયેશ જાટિયાએ કહ્યું, હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આ અંધારી તેરસના દિવસે મારા લગ્ન થવાના છે. અંધારી તેરસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે હાલ ઘરમાં લગ્નનો માહોલ જામી ગયો છે અને પરિવારના બધા જ સભ્યો તૈયારીમાં લાગી ગયા છે. ‘અમારા સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં શેરવાની ન પહેરવા અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે એને હું આવકારુ છું, કેમ કે લગ્નપ્રસંગમાં શેરવાની પહેરવાની પરંપરા તો હમણાંની છે, પણ આ પહેલાં આપણા જે મૂળભૂત લગ્નના પહેરવેશો હતા એ હવે ફરી પાછા ઉજાગર થશે. આ વખતે દાંડિયારાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, પણ દેશી ઢોલ પર રાસ રમવાની પરવાનગી છે એટલે એ રીતે અમે રાસ રમીશું.’

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *