
અમદાવાદના વટવામાં તળાવમાં ડૂબી જતાં બે બાળકોના મોત, આખી રાત ચાલેલા રેસ્ક્યૂ બાદ મૃતદેહ મળ્યા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં ન્હાવા ગયેલા બે બાળકોના ડૂબી જતાં કરુણ મોત નિપજ્યાં છે. ગઇકાલે સાંજે બંને બાળકો તળાવમાં કૂદ્યા બાદ ગુમ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આખી રાત શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ આજે સવારે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ જુવો : અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત
અમદાવાદ વટવા પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ 13 વર્ષીય અરમાન ઈસ્લામુદ્દીન અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઈ છે. બંને બાળકો વટવાના જિયા મસ્જિદ નજીકના વિસ્તારમાં રહેતા હતા.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાએ ફરી એકવાર ખુલ્લા તળાવો અને જળાશયો પાસે બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
