
MANDVI : મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો
MANDVI : માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અદાણી સોલાર દ્વારા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો, 250 વિદ્યાર્થીની બહેનોના ઇન્ટરવ્યુ લેવાયા
MANDVI : રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં સરકારી અને અનુદાનિત કોલજોમાં ભૂતપૂર્વ વિધાર્થી અને અંતિમ વર્ષમાં અભ્યાસ કરી સ્નાતક કે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ રોજગારી-નોકરીની તકો મળી રહે તેમજ નોકરીદાતાઓને પણ પોતાની પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અદાણી સોલર કંપની દ્રારા ફક્ત બહેનો માટે મેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું .
MANDVI : આ મેગા પ્લેસમેન્ટનો પ્રારંભમાં કોલેજ ના પ્લેસમેન્ટ કોડીનેટર ડો.ચન્દ્રકાંત પટેલ એ સૌ અધિકારી ગણ ને આવકાર આપી કોલેજ દ્વારા આ ચોથી વખત પ્લેસમેન્ટ કરવા આવ્યું છે અને તે અંગે નો રિપોર્ટ રજૂ કર્યો હતો કોલેજ ના આચાર્ય ડો.મહેશ બારડ દ્વારા બહેનો ને આ તક નો લાભ લઈ પોતાના પગભર થવા ની વાત કરી અને અદાણી સોલાર કંપની નો આભાર માન્યો હતો અદાણી સોલાર ના મેનેજર પાલુ ભાઈ ગઢવી એ બહેનો માટે અદાણી સોલાર આવનાર વર્ષ માં બહેનો માટે ઘણી તકો લઈને આવે છે અને આ નોકરી માં જોડાતા તેમાં કેટલો પગાર , કઈ કઈ ફેસિલિટી બહેનો ને આપશે તેંની વાત કરી હતી સાથે અદાણી સોલાર ના કર્મચારી રામ ભાઈ ,કમલેશ ભાઈ અને પ્રેરણાબેન ફોફેડી એ સૌ વિધાર્થી બહેનો ના ઇન્ટરવ્યૂ લીધા હતા આ પ્લેસમેન્ટ ફેર માં 250 થી વધારે બહેનો એ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને જેમાંથી 75 દીકરી ઓને આવનારા સમય માં સિલેક્ટ કરી નોકરી ની તક આપશે.
MANDVI : આ કાર્યક્રમ માટે માંડવી વિસ્તાર ના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ કોલેજ ને અભિનંદન આપી અને પોતાના મતવિસ્તાર ની દીકરી ઓ ને અદાણી કંપની નોકરી તક આપી તે બદલ તેનો આભાર માન્યો હતો કાર્યક્રમ ને સફળ બનાવવા મહિલા સેલ ના તમામ બહેનો એ સહયોગ આપ્યો હતો કોલેજ ના મેનેજિંગ ટ્રસ્ટી આદિત્યભાઈ અને મંત્રી ડો.જે.સી.પટેલ એ સૌને અભિનંદન આપ્યા હતા.