મુંદરા AAP કાર્યાલય ખાતે ફટાકડા ફોડી દિલ્હી MCD જીત ની ઉજવણી કરાઈ

App mcd

મુંદરા AAP કાર્યાલય ખાતે ફટાકડા ફોડી દિલ્હી MCD જીત ની ઉજવણી કરાઈ

દિલ્હી MCD ચુનાવ ની ઉજવણી આજ રોજ મુંદરા કાર્યાલય મધ્યે કરવા માં આવી AAP ગુજરાત પ્રદેશ ખજાનચી અને માંડવી વિધાનસભા બેઠક ના AAP ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી,કચ્છ-મોરબી લોકસભા સચિવ સંજય બાપટ,પશ્ચિમ કચ્છ કિસાન સેલ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા,શહ સંગઠન મંત્રી પ્રશાંત રાજગોર, વનીતાબેન જગદીશ મહેશ્વરી, જીજ્ઞેશ રાવલ,કલ્યાણભાઈ ચુઇયા,અભિમન્યુ મહેતા,રતન ગઢવી,દિનેશભાઇમહેશ્વરી, અબાસભાઈ વાઘેર ,હરેશગર ગોસ્વામી,સહિત ના હોદેદારો અગ્રણીઓ એ ફડાકડા ફોડી મોઢું મીઠું કરાવી MCD જીત ની ઉજવણી કરી હતી.

જીતથી ગદગદ થયેલા કેજરીવાલે કહ્યું, I LOVE YOU TOO, કાર્યકર્તાઓએ લગાવ્યાં ભષ્ટાચાર વિરોધી નારા

MCD ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયાં છે. મતગણતરી બુધવારે સવારે શરૂ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે કહ્યું કે તમામ 250 સીટો માટેનાં MCD ચૂંટણીનાં પરિણામો જાહેર કરી દેવામાં આવ્યાં છે. AAP 134, BJP 104 અને કોંગ્રેસે 9 જેટલા તેમજ અપક્ષે 3 સીટો પર જીત મેળવી છે.

કૈલાશદાન ગઢવી ની ગર્જના

મુંદરા AAP કાર્યાલય થી માંડવી વિધાનસભા બેઠક ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી એ કાર્યકરો સાથે ફટાકડા ફોડી વિજય ઉતશવ ની ઉજવણી કરતાં આવતી કાલે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનવાની વાત કરતાં માંડવી બેઠક થી જીત નો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેજરીવાલનું મોટું નિવેદન

AAPએ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીનાં પરિણામો પર પહેલી પ્રતિક્રિયાઓ પણ આવી ગઇ છે. તેમણે કહ્યું કે તે દિલ્હીનાં લોકોનો અભિનંદન માને છે. આ ઘણી મોટી જીત છે. દિલ્હીનાં લોકોને ઘણી શુભેચ્છા, I LOVE YOU TOO. દિલ્બીનાં લોકોએ પોતાના દિકરા-ભાઇને આશીર્વાદ આપ્યાં છે. અમે રાત-દિવસ મહેનત કરીને સ્કૂલ અને હોસ્પિટલોને બરાબર કર્યાં છે.

દિલ્હીને સાફ કરવાની જવાબદારી
સીએમ કેજરીવાલે કહ્યું કે ‘આજે દિલ્હીનાં લોકોએ દિલ્હીને સાફ કરવાની જવાબદારી આપી છે. હું દિલ્હીની જનતાનો આ ઉપકાર ક્યારેય નહીં ચૂકાવી શકું.’ દિલ્હીમાં આપ કાર્યાલય પર ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન આપ કાર્યકર્તાઓએ નારા લગાવ્યાં કે ‘ભ્રષ્ટાચારનો એક જ કાળ, કેજરીવાલ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *