AAP ના કાર્યકરો ને મીઠડો આવકાર આપતા ગ્રામજનો

માંડવી તાલુકાના શિરવા અને કાઠડા ગામમાં AAP દ્વારા ડોર ડોર પ્રચાર કરાયું

AAP ના કાર્યકરો ને મીઠડો આવકાર આપતા ગ્રામજનો

માંડવી કચ્છ :- આમ આદમી પાર્ટી માંડવી વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા નયનાબેન ગઢવી, કાન્તાબેન ગોયલ, પ્રશાંતા ગઢવી, જીતેન્દ્રભાઈ તેમજ અન્ય મહિલા કાર્યકર્તા સાથે પંજાબની ટીમ ના સહયોગથી માંડવી તાલુકાના કાઠડા તેમજ શીરવા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો.

આ પ્રચાર માં દિલ્હી તથા પંજાબ માં થયેલા વિકાસના કામો નું પત્રિકાના માધ્યમ થી લોકોને અરવિંદ કેજરીવાલ જીની ગેરંટી પત્રિકા અને ગેરંટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં.

સાથે જણાવ્યું હતું કે આજે ભાજપની સરકાર તમામ વસ્તુઓ પર ટેક્સ લગાવીને આમ જનતા ને પરેશાન કરી દીધાં છે.સાથે ભાજપ સરકાર ગરીબ પરિવારોને લુંટી રહી છે.આપણા છોકરાઓ ને ભણાવવા માટે પૈસા ખર્ચ કરવા પડે છે.આજે સરકારી સ્કૂલમાં ને પ્રાઈવેટ કરતા આવે છે.માટે હવે ગુજરાત ની જનતા સમજી ગઈ છે કે હવે તો આમ આદમી પાર્ટી ની સરકાર જોઈએ છે.

અમારા છોકરાઓને સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ મળે અને આરોગ્ય સેવાઓ મળે તે માટે હવે ગુજરાત ની જનતા તમેજ પરિવર્તન લાવી શકો છો તેવુ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *