A Dumper Tire Rolled Over In Zarpara : રોડની સાઈડમાં સુતેલા યુવાન પરથી ડમ્પરના ટાયર ફરી વળતા મોત

A Dumper Tire Rolled Over In Zarpara : મુન્દ્રા તાલુકાના ઝરપરા મુકામે આઇવા ડમ્પરના ટાયર તળે આવેલ 18 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દફતરેથી હતભાગી મૃતકના કાકા લક્ષ્મણ નાથાભાઈ મીંઢાણી (ગઢવી)(ઉ.વ.57 રહે ઝરપરા) ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ 24/4 ના વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ઝરપરા સ્થિત સોનીવારા તળાવ નજીક બન્યો હતો.જેમાં જીજે 36 ટી 1938 નંબરના આઇવા ડમ્પરના માલિક કરશન મંગા ગેલવા (રહે ઝરપરા)એ બેદરકારી પૂર્વક ડમ્પર રિવર્સ લેતી વેળાએ તેની સાથે રોડ પર રેતીની ભરતી કરવા ગયેલ અર્જુન દેવરાજ મીંઢાણી (ઉ.વ.18 રહે ઝરપરા)ને હડફેટે લેતાં તેની ઉપરથી ડમ્પરનું ટાયર ફરી ગયું હતું.
હતભાગી રોડની સાઈડમાં સૂતેલો હતો ત્યારે બનાવ બન્યો હતો. બનાવને પગલે અર્જુનને સારવાર મળે તે પહેલાં તેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ ને પગલે મુન્દ્રા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો દર્જ કરી ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો