પોરબંદર નજીક ફટાણા ગામેતા.૨૮.૯ ના ગરબી જોઈ ઘરે પરત ફરતા આધેડને મોટર સાઈકલની ઠોકર મારી હત્યાની કોશિશ : પોલીસ ફરિયાદ દાખલ

પોરબંદર નજીક ફટાણા ગામેતા.૨૮.૯ ના ગરબી જોઈ ઘરે પરત ફરતા આધેડને મોટર સાઈકલની ઠોકર મારી હત્યાની કોશિશ કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.ફટાણા ગામે નવાપરામાં રહેતા અને મજુરી કામ કરતા દેવશીભાઈ મુરુભાઈ બથવાર દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાય છે કે ગત તા.૨૮.૯ ના તેઓ ગરબી જોઇને રાત્રે સાડા સ વાગ્યે પગપાળા રાત્રે પરત ફરતા હતા ત્યારે માલજી.કાનાજીના ડેલા સામે કોઈ બાઈક ચાલકે તેને પાછળથી ઠોકર મારતા તે નીચે પડી ગયો હતો અને તેણે જોયું તો બાઈક ચાલક તેના જ ગામનો વિજય.લખમણ.ખુંટી હતો અને ઘ્વશીભાઈ નીચે પડી ગયા પછી પણ તેને બે વખત ઠોકર મારતા તે બેભાન બની ગયા હતા.

તા.૨.૧૦ ના તેઓ ભાનમાં આવ્યા ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં aખલ હતા. અને પત્ની સોમીબેન તથા પુત્ર પરબત હાજર હતા.તેમણેએવું જણાવ્યુ કે,અકસ્માત બાદ તેમને ૧૦૮ માઁ પોરબંદર સરકારી હોસ્પીટલે સારવાર માટે પહોચાડચા બાદ વધુ સારવારઅર્થે જામનગર લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા અમદાવાદ સારવારઅર્થે લઇ જવાયા હતા.આ હુમલા પાછળનુ. કારણ એફ.આર.આઈ.માં એવું દર્શાવાયું છે કે,ચારવર્ષ પહેલા વિજય.લખમણ.ખુંટી દેવશીભાઈના વાડામાં ઘરૂ સંતાડતો હતો તેથી ત્યાં તેને ઘરૂ સંતાડવાની ના પાડતા અગાઉ બોલાચાલી થઇ હતી આથી તેનું મનદુખ રાખીને દેવશીની હત્યાનોઁ કોશિશ કરી હોવાનું જણાતા કલમ ૩૦૭ સહિત એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો aખલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *