
ચહેરાને બહુ ખરાબ રીતે ચીરી વિકૃત કર્યો
કુડ્ડાલોરઃ તમિલનાડુમાં એક વિચિત્ર છતાં ભયાનક ઘટની થઇ ગઇ. જેમાં કોંગી નેતાના બે રોટવિલર કૂતરાએ કેરટેકરને ફાડી ખાધો. તેના કાન પણ ચાવી ગયા. આ બંને પાલતુ કૂતરાને ખેતરોની દેખરેખ માટે લાવવામાં આવ્યો હતો.
ઘટના તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના ચિદમ્બરમ ગામના એક ખેતરની છે. જ્યાં મંગળવારે રોટવિલર જાતિના બે કૂતરાએ ખેતરની રખવાળી કરનારા કેર ટેકર પર હુમલો કરી મારી નાંખ્યો. 86 વર્ષના કેરટેકરનું નામ જીવનનાથમ હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ જીવનાથમ દરરોજ આ બંને પાલતુ કૂતરાને ખાવાનું આપતો હતો. પરંતુ મંગળવારે તેમને ભોજન આપવામાં મોડું થઇ ગયું. તેથી રોષે ભરાયેલા કૂતરાઓએ જીવનાથમ પર હુમલો કરી દીધો હતો.
જીવનાથમ વલ્લમપડ્ડગઇ ગામનો રહેવાસી હતો. જે કોંગ્રેસી નેતા એન વિજયસુંદરમના ખેતરમાં કેરટેકર તરીકે કામ કરતો હતો. આ ખેતર વિજયસુંદરમનું હોવાનું જણાયું છે. જેમણે 3 વર્ષ પહેલાં 2 રોટવિલર પાલતુ કૂતરા ખરીધ્યા હતા. આ બંને કૂતરાને ખેતરની રખેવાળી માટે રાખ્યા હતા. જે પાકની સુરક્ષા કરવામાં જીવનાથમને સાથ આપતા હતા.
જીવનાથમ સવારમાં જ બંને કૂતરાને ભોજન આપી દેતો હતો. મગળવારે જીવનાથમ તેમને ખાવાનું આપવાનું ભૂલી ગયો. જ્યારે સાંજે તે પાછો આવ્યો તો ભડકેલા કૂતરા તેના પર તૂટી પડ્યા હતા. કહેવાય છે કે તેનું કાન પણ ચાવી ગયા.
કહેવાય છે કે હુમલા વખતે જીવનાથમે ભાગવાની પણ કોશીશ કરી હતી. પરંતુ બંને ખુંખાર બની ગયેલા પાલતુ કૂતરાએ તેને દોડીને પકડી પાડ્યો અને જમીન પર પાડી મારી નાંખ્યો. ચહેરાને બહુ ખરાબ રીતે ચીરી વિકૃત કરી નાંખ્યો. જેથી ઘટનાસ્થળે જ જીવનાથમનું મોત થઇ ગયું.
રોવિલર જાતિના આ કૂતરા ખતરનાક હોવાનું કહેવાય છે. પરંતુ ભડકી જવાના કેસમાં તે હુમલો કરી દે છે. સામાન્ય રીતે પોલીસ બેડામાં સ્નીપર ડોગ તરીકે તેમનો ઉપયોગ થાય છે.