
અભયમનું ગૌરવાસ્પદ અને અલૌલિક કામગિરી
સુરત:શુક્રવાર: પીડિત મહિલાઓ માટે સતત ૨૪ કલાક કાર્યરત રહેતી ૧૮૧ મહિલા હેલ્પલાઈન અભયમે ફરી એકવાર ગૌરવાસ્પદ કામ કર્યું છે. અભયમ અને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટએ સ્મીમેર હોસ્પિટલમાંથી મળેલ માનસિક અસ્થિર વૃદ્ધા નર્મદબેનને આશ્રય આપ્યો છે.
શહેરના સ્મીમેર હોસ્પિટલમાંથી એક અજાણ વ્યક્તિએ વૃદ્ધાને સહાય કરવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી માહિતી આપી હતી. જેની નોંધ લેતા અભયમ રેસ્ક્યુ વાન કતારગામ અને સુરત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નર્મદબેન અને ટીમ સાથેની વાતચીતમાં સ્પષ્ટ થયું કે, “નર્મદબેનની ઉમર આશરે ૭૫ વર્ષ છે. તેઓને તેમના પરિવાર અને સગા-સંબંધીઓનાં રહેણાંક વિસ્તાર વિશેની પણ જાણ નથી.” જે કોઈને નર્મદબેનના ઘર-પરિવાર વિશેની માહિતી મળે તો અભયમ અથવા માનવ સેવા ટ્રસ્ટનો સંપર્ક સાધવા વિનંતી છે. જેથી તેમને સ્વ-જનો સુધી પહોંચાડી શકાય.