
તને ભાઈ બનવાનો શોખ છે કહી યુવક પર છરીથી હુમલો નડિયાદ રેલવે સ્ટેશન પાસે બનેલો બનાવ રેલવે પોલીસમાં 2 શખ્સો સામે ગુનો નોંધાયો નડિયાદ રેલ્વે સ્ટેશનની ફેન્સીંગની બાજુના છાપરામાં બેઠેલા 27 વર્ષીય યુવક બેઠો હતો તે સમયે અન્ય શખ્સે આવી કહેલ કે બહુ ચરબી ચડી છે કહી અપશબ્દો કહ્યા હતા. તે સમયે બીજા ઇસમે ઉપરાણું લઇ છરીથી હુમલો કર્યો હતો. નડિયાદના પંજાબી સોસાયટીમાં ભાડેથી રહેતા શુભમ સેન 5મીના રોજ સાંજના છ વાગ્યે પાણીની બોટલની ફેરી કરવા નડિયાદ રેલવે સ્ટેશન પર આવી રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ફેન્સિંગ બાજુ અંદરના ભાગે બેઠા હતા. રાતના આઠ વાગ્યાના સુમારે અમદાવાદના ઘોડા નામના ઈસમ આવી કહેલ કે બહુ ચરબી ચડી છે.

તેમ કહેતા શુભમે કહેલ કે મારે તારી સાથે શુ લેવાદેવા છે. તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઇ ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી શુભમ સ્ટેશન તરફ દોડી આવતા રાકેશ નામના ફેરિયાએ કહેલ કે ઘોડા સાથે કેમ માથા કુટ કરે છે. તને ભાઈ બનવાનો શોખ છે કહેતા શુભમે કહેલ કે મારે ભાઈ બનવું નથી તારે બનવું હોય તો બન કહેતા રાકેશ એકદમ ઉશ્કેરાઈ જઇ તેની પાસેના ફેરીના ટબમાંથી છરો લઈ રાકેશના સાથળના ભાગે છરો મારી ઇજા પહોંચાડી હતી. જેથી બૂમાબૂમ થતાં આસપાસના ફેરિયાઓ ભેગા થઇ જતા રાકેશ બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. શુભમ સેને નડિયાદ રેલ્વે પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.