
સુરતમાં એક કાર્યક્રમ પધારેલા પ્રરદેશ પ્રમુખ સી.આર પાટીલે આમ આદમી પાર્ટી એટલે આપ પાર્ટી પર સરકારી શાળાઓ બાબતે કટાક્ષ કરીને જડબતોડ જવાબ આપીને જોરદાર આકરા પ્રહારો કરતા દેખાયા હતા..
રાજનીતિ ખરે ખર ગુજરાતમાં જાણે પોતાની ચરમ સીમા એ પહોચી રહી હોય તેમ સતત રોજે રોજ ક્યાંક ને ક્યાંક નવું જાણવા મળી રહ્યું છે અને સાથે સાંભળવા પણ મળી રહ્યું છે, જ્યાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાતની સ્કૂલો પર પ્રશ્ન ઊભા કરનારા એવા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સી એમ મનીષ સિસોદિયાને જડબાતોડ જવાબ આપ્યો છે. પાટિલે આપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે.

જ્યાં વધુમાં પાટિલે કહ્યું કે, ગુજરાતમાં 40 હજાર સ્કૂલો છે.વધુમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના આપ પાર્ટી પર કટાક્ષ… કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીંના લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે..ગુજરાતમાં અદ્યતન સુવિધાઓ સાથેની સ્કૂલો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સ્કૂલોમાં પણ સ્માર્ટ બોર્ડથી બાળકો ભણે છે. 21 હજાર બાળકોને તેમના વાલીઓએ પ્રાઈવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ અપાવ્યો છે. સુરત શહેરમાં 7 અલગ-અલગ ભાષામાં સ્કૂલો છે. સુરત દેશમાં એકમાત્ર શહેર છે જ્યાં 7 અલગ-અલગ ભાષામાં સ્કૂલો છે. સુરત એક મીની ભારત છે. હું બધાને આમંત્રણ આપું છું કે, સુરતની સ્કૂલો જોવા આવો.