
ભાયાવદર શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ૬૦ મણ ઘઉંના લાડવા મુંગા પશુઓને આખા શહેરમાં વિતરણ કરાયા
છેલ્લા દસ વર્ષથી સતત ઉત્તરાયણ પર્વ પર મુંગા પશુઓને ખવડાવે છે લાડવા

ભાયાવદર શહેરમાં છેલ્લા દશ વર્ષથી સતત ઉતરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના યુવાન મીત્રો, નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી ની આગેવાનીમાં કીશોરભાઇ ભોજાણી, લાલાભાઈ વાછાણી, કાન્તીભાઈ ઝાલાવડીયા, પ્રદીપ ભાઈ વાછાણી, ધીરેનભાઇ માકડીયા, જગદીશ પરસાણીયા, કિશોર ભાઇ માકડીયા, કેયુર ભાઈ બાવરીયા, જેમીન મકવાણા, અતુલ વાછાણી, તેમજ પ્રકટેશ્વર મહાદેવ મંદિરના યુવા ગ્રુપ ના મીત્રો દ્વારા દર વર્ષે શહેરમાં ગાય માતા અને કુતરાઓ માટે ઘઉં 425 કિલો, ગોળ 200 કિલો, તેલ 100 કિલો, તલ 5 કિલો જેવી વિવિધ સામગ્રીઓ ભેળવીને અંદાજે 60 મણ લાડવા ભાયાવદર પટેલ સમાજમાં બનાવીને, સવારે 4 ટીમ બનાવી ટ્રેક્ટરમાં ભરી શહેરના દરેક વિસ્તારમાં,નાકા ગલીમાં જઇને ગાય માતા અને કુતરાંઓને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉમીયાજી ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપના યુવાનો દ્વારા શહેરમાથી એક પણ રૂપિયાનો ફાળો ન ઉઘરાવી પોતાના સ્વખર્ચે દર વર્ષે ઉતરાયણ પર્વ આવા સેવા કાર્યો કરીને ઉજવે છે. શહેરની જનતા આ યુવા મીત્રોના આ સેવા કાર્યો ને અભિનંદન આપી બીરદાવે છે.
