ટી-20 વર્લ્ડકપ પછી IPL, આ દિવસે યોજાઇ શકે છે ઓક્શન

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની તૈયારી શરૂ થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર મહિનામાં હરાજી યોજાઇ શકે છે જે એક રીતે મિની ઓક્શન હશે. આ વખતે આઇપીએલ પોતાના જૂના અંદાજમાં પરત ફરવા જઇ રહી છે, જ્યા દરેક ટીમના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાવાની છે.

બીસીસીઆઇ ડિસેમ્બરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં હરાજી યોજાઇ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે 16 ડિસેમ્બરે જ આઇપીએલ 2023 માટે આ હરાજી યોજાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન યોજાયુ હતુ પરંતુ આ સિમ્પલ ઓક્શન યોજાશે.

ઓક્શન માટે દરેક ટીમના પર્સમાં 95 કરોડ રૂપિયા હશે, જો કોઇ ખેલાડી છોડીને જાય છે તો તે હિસાબથી ટીમના પર્સમાં રકમ વધી જશે. આ વખતે ટીમના પર્સમાં ગત વર્ષથી 5 કરોડ રૂપિયા વધારે છે, એવામાં જોવાનું રહેશે કે મિની આઇપીએલમાં ટીમ આ વખતે કેટલા રૂપિયા ખર્ચ કરે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 બાદ કેટલીક ટીમમાં ખેલાડીઓના ખરાબ પ્રદર્શન, ટકરાવની વાતો સામે આવી હતી. એવામાં આ આઇપીએલમાં કેટલાક મોટા ટ્રેડ જોવા મળી શકે છે, જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા, ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ જેવા ખેલાડીઓનું નામ પણ હોવાની સંભાવના છે.

ખાસ છે આ વખતની આઇપીએલ 2023

તમને જણાવી દઇએ કે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે આઇપીએલ 2023 પોતાના જૂના અંદાજમાં જોવા મળશે. આ વખતે આઇપીએલ ભારતમા રમાશે અને હોમ-અવે મેચની જેમ કરાવવામાં આવશે. દરેક ટીમના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાશે.

આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ ખાસ થશે. મહેન્દ્રસિંહ ધોનીની આ અંતિમ આઇપીએલ સાબિત થશે, આ સિવાય વર્ષ 2023માં મહિલા આઇપીએલની પણ શરૂઆત થઇ શકે છે. તો બીસીસીઆઇ આ મોટી ઇવેન્ટ માટે તૈયારી કરવામાં જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *