મોરબી : ભાજપે ચૂંટણી બ્યુગલ ફૂંક્યું :CRIME KING NEWS

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જે શહેરના સમય ગેટ શનાળા રોડથી શરુ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને શાક માર્કેટ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. રોડ શોમાં ભાજપ આગેવાનો, કાર્યકરો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. કાર, બાઈક અને ટ્રેક્ટર સહિતના વાહનો સાથે મેગા રોડ શો યોજી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ચુંટણી બ્યુગલ ફૂંક્યું હતું.

ભારતીય સંસ્કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફલોટસ તૈયાર કર્યા

ભારતીય સંસ્કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફલોટસ તૈયાર કર્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના મોરબી ખાતેના રોડ શોના રૂટ પર અલગ અલગ સ્થળોએ ભારતીય સંસ્કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફલોટસ તૈયાર કરવામાં આવ્યાં હતાં અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનો લોકોએ લહાવો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *