Kutch : મુન્દ્રા તાલુકાના પત્રી ગામના તલાટી ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

Kutch : મુન્દ્રા તાલુકાના પત્રી ગામના તલાટી ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

Kutch : મુન્દ્રા તાલુકાના પત્રી ગામના તલાટી ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

CRIME KING NEWS : મુન્દ્રા તાલુકાના પત્રી ગામે લાંચ લેતા તલાટી આબાદ એસીબીના સાથે હાથે પકડાઈ ગયા હતા. જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદીના પત્નીના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી બે લાખની લોન મંજૂર થયેલ છે જે લોનના જામીનદાર મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપી પતરી ગામના તલાટી મિતલબેન ભગવતીપ્રસાદ રાવલે 1500 રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. એસીબીમાં જાણ કરાઇ હતી. જેથી એસીબીએ છટકો ગોઠવ્યું હતું. જેમાં 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ તલાટી ઝડપાઈ ગયા હતા. આ ટ્રેપ બોડર એકમ એસીબીના સુપર વિઝન અધિકારી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલે પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *