
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નિર્માણાધીન મલ્ટી મોડલ સાબરમતી ટ્રાન્સપોર્ટ હબનું નિરીક્ષણ કર્યું
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા માટે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. ઉલ્લેખની છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ બુલેટ ટ્રેનની કુલ લંબાઈ 508 કિમી છે જે ગુજરાતનાં અમદાવાદ અને મહારાષ્ટ્રનાં મુંબઈને જોડશે. સાબરમતી ખાતે ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવી રહ્યું છે. જ્યાંથી મેટ્રો, બુલેટ ટ્રેન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ કે શહેરમાં કોઈ પણ જગ્યા એ જલ્દીથી પોંહચી શકાશે. કેંદ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવર્તમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
