AAP માંડવી મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાસ દાન ગઢવી એ પત્રકારો સાથે સંવાદ કર્યો

પત્રકારો સાથે સંવાદ

AAP ના માંડવી મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાસ દાન ગઢવી એ પત્રકારો સાથે સંવાદ કર્યો

વીજળી,આરોગ્ય,શિક્ષણ અને રોજગારી આમ આદમી નો હક : કૈલાસદાન ગઢવી

આમ આદમી પાર્ટી ના માંડવી-મુન્દ્રા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્વારા માંડવી શહેર મધ્યે પત્રકાર મિત્રો જોડે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું.માંડવી ના પત્રકારો સાથે કૈલાશદાન ગઢવી એ સંવાદ કર્યો હતો.

પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કૈલાશદાન ગઢવી સાથે આમ આદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા ના સંગઠન મંત્રી આભાભાઈ ગઢવી , કેશવ મગન ગઢવી, કચ્છ જિલ્લા ના જોઈન્ટ જનરલ સેક્રેટરી (યુવા વિંગ) ના કરણ ભાઈ જોષી ,કચ્છ જિલ્લા ના ટ્રેડ વિંગ ના અકીલ ભોલીમ તેમજ હરધોર ભાઈ ગઢવી માંડવી શહેર ના પ્રમુખ હરિશ ભાઈ મોરબીયા સાથે માંડવી શહેર સંગઠન મંત્રી કલ્યાણ ગઢવી પત્રકાર મિત્રો તથા આમ આદમી પાર્ટી માંડવી તાલુકા ના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા માંડવી -મુન્દ્રા ને લગતા પ્રજા ના પ્રશ્નો અને આમ આદમી પાર્ટી ની રણનીતિ કેવી રહેશે જેવા વિષયો પર ચર્ચા સાથે પ્રશ્નોતરી કરાઈ હતી

જેના જવાબો કૈલાસ દાન ગઢવીએ બેધડક અને દ્રઢતા પૂર્વક આપતા પત્રકારો સમક્ષ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પત્રકાર પરિષદ બાદ આમ આદમી પાર્ટી ની નીતિ થી પ્રેરિત થઈ 36 વર્ષ થી માંડવી શહેર ના વિરોધ પક્ષના નેતા તરીકે ઓળખાતા બાલુ સીજુ ભાઈ ની સાથે ભાજપ ના તાલુકા ના કાર્યકર્તા મુસ્તાક ભાઈ આલા તેમજ કોંગ્રેસ ના તાલુકા ના સક્રિય કાર્યકર્તા કાંતિલાલ વ્યાસ ગુંદીયાલી વાડા જે 30 વર્ષ જૂના કોંગ્રેસ ના સક્રિય કાર્યકર્તા રહ્યા છે તેઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. કૈલાશદાન ગઢવી ના હાથે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટી ને વિજય બનાવવા ની નેમ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *