ભુજ હમીરસર તળાવ ઓગનાઈ ગયું

હમીરસર તળાવ

ભુજ જેની સાથે લોકોની લાગણીઓ જાેડાયેલી તે હમીરસર તળાવમાં રાતથી નવા પાણીની સતત આવક ચાલુમાં હોઈ દર કલાકે પાણીનું જળસ્તર વધી રહ્યું છે.

ભુજ હમીરસરના ઓગન પાસે પાણી ઓવરફલો થવામાં પાંચ ઈંચ જેટલો અંતર બાકી રહ્યો છે. આજ સવારથી લોકો ઓગન અને આવ પાસે એકઠા થઈ હમીરસર તળાવમાં કેટલું પાણી આવ્યું અને કયારે ઓગનશે તેની જ ચર્ચા કરી રહ્યા છે.

તેમજ સોશિયલ મીડિયાથી માંડી દરેક પ્લેટ ફોર્મ પર હમીરસરની જ ચર્ચા થઈ રહી છે. પાનના ગલ્લે અને ચાની કેબીને એકઠા થતા લોકો પણ હમીરસર કયારે ઓગનશે તેની વાતો કરી રહ્યા છે. દરમ્યાન નગરપાલિકાના કહેવા પ્રમાણે ધુનારાજા ડેમમાંથી પાણીની આવક ચાલુમાં હોઈ રાત સુધીમાં હમીરસર તળાવ ઓગની જાય તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ હમીરસર કાંઠે માનવ મહેરામણ ઉમટી પડયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *