
પી.એમ.જે.એ.વાય. – મા યોજનાનો લાભ છેવાડાના માનવી સુઘી ત્વરીત રીતે મળી રહે તેવા ઉમદા હેતુ થી અમદાવાદ જિલ્લામાં માઇકીંગ, સોશીયલ મીડીયા, જુથ ચચૉ, શીબીરો, હાઉસ ટુ હાઉસ સંપકૅ, પોસ્ટસૅ, સ્ટીકસૅ તથા બેનસૅ દ્વારા તમામ ગામોમાં જનજાગૃતિ અભિયાન હાથ ઘરવામાં આવેલ છે.
અમદાવાદ જિલ્લા માં ૪૫૬ ગ્રામ પંચાયત, ૪૦ પ્રા.આ. કેન્દ્ર અને ૦૯ તાલુકા હેલ્થ કચેરી તથા ૫ નગર પાલિકાઓના જનસેવા કેન્દ્રો ખાતે પ્રઘાન મંત્રી આરોગ્ય મિત્ર તેમજ એન-કોડ એજન્સી દ્વારા મુખ્યમંત્રી અમૃત્તમ કાડૅ અને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય કાડૅ વાળા કુટુંબો ના સભ્યોના આધારકાર્ડ E-KYC ની મહા ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે.

કુટુંબોના સભ્યોના આધારકાર્ડથી લઇ માં કાર્ડ E-KYC કામગીરી શરૂ
આજ દિન સુઘી માં અમદાવાદ જિલ્લા માં કુલ ૩,૫૧,૭૯૯ લાભાથૅીઓને પી.એમ.જે.એ.વાય. – મા કાડૅ અપાયેલ છે. તેમજ જુના “મા” અને “મા વાત્સલ્ય કાડૅ” ઘરાવતા ૩,૩૬,૪૯૨ લાભાથૅીઓના આઘાર કાડૅ E-KYC (થમ્બ વેરીફીકેશન) ની કામગીરી યુઘ્ઘના ઘોરણે હાથ ઘરવામાં આવેલ છે.
આ યોજના નો લાભ લેવા માટે તમામ મુખ્યમંત્રી અમૃત્તમ કાડૅ અને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય કાડૅ ધારકોએ આધાર કાર્ડ E-KYC (થમ્બ વેરીફીકેશન) કરવું ફરજીયાત છે

આ યોજના હેઠળ રૂા. ૫/- લાખ સુઘીની કેશલેસ સારવાર માન્યતા પ્રાપ્ત ખાનગી તથા સરકારી હોસ્પિટલો માં વિના મૂલ્યે મળે છે. વઘુ માહિતી માટે ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૨૩૩૧૦૨૨ અથવા ૧૪૫૫૫ પર સંપકૅ કરશો.
અમદાવાદ જિલ્લા માં આ યોજના અંતગૅત નિયત માપ દંડ ઘરાવતા કુટુંબના દરેક સભ્યને વ્યકિત ગત આયુષ્યમાન કાડૅ મળી રહે તે માટે અનિલ ઘામેલીયા, માન. જિલ્લા વિકાસ અઘિકારી તથા ડૉ. શૈલેષ બી. પરમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી દ્વારા મુખ્યમંત્રી અમૃત્તમ કાડૅ અને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય કાડૅ વાળા કુટુંબો ના સભ્યોને આધારકાર્ડ E-KYC (થમ્બ વેરીફીકેશન) કરાવવા માટે જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.