
પાકિસ્તાનના મુખ્ય કોચ સકલૈન મુશ્તાકે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ શ્રીલંકન ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને સાથે જ પાકિસ્તાનના ક્રિકેટરોનો બચાવ કર્યો હતો. અનુભવી સ્પિનર મુશ્તાકે ફાઇનલમાં શ્રીલંકાના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યુ કે ચેમ્પિયન આ રીતે જ રમે છે અને તેમણે તેવી રીતે જ કર્યુ.
કોચ સકલૈન મુશ્તાકે કહ્યુ, શ્રીલંકાએ બન્ને ઇનિંગમાં ચેમ્પિયનના રૂપમાં સારૂ પ્રદર્શન કર્યુ અને આ રીતે ચેમ્પિયન રમે છે, તેમણે અમને અંતિમ મેચમાં બેટિંગ કરવા માટે કહ્યુ અને જ્યારે આ વખતે બેટિંગ આવી તો તેમણે સારૂ પ્રદર્શન કર્યુ. તે ચેમ્પિયન બનવાને લાયક છે. મોહમ્મદ રિઝવાનની ઇનિંગમાં ઇરાદાની કમી વિશે પૂછવામાં આવતા કોચે કહ્યુ કે રિઝવાન જે રીતે રમે છે તેના અતીતમાં ટીમ માટે કામ કર્યુ છે અને તે માત્ર એક નિશ્ચિત રીતે રમતની નકલ નથી કરી શકતો કારણ કે દરેક ખેલાડીના રમવાની પોતાની શૈલી હોય છે.

સકલૈન મુશ્તાકે કહ્યુ, દરેક કોઇની રમવાની શૈલી હોય છે, અમારી શૈલીએ અમને ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ અને એશિયા કપની ફાઇનલમાં પહોચાડી છે, તો આ સ્પષ્ટ છે કે રમતની આ શૈલી અમારી માટે કામ કરે છે. માત્ર એટલા માટે કે અન્ય ટીમ રમવા માટે એક નિશ્ચિત પ્રકારનું અનુસરણ કરી રહી છે, આપણે તેનું પાલન કરવાની જરૂર નથી. મારા અનુસાર આપણે તે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ જેમાં કમી રહી છે અને તે વસ્તુને ના બદલવી જોઇએ જેમણે આપણી માટે સારૂ કામ કર્યુ છે અને અમારી રમતની શૈલી બિલકુલ પણ ખરાબ નથી.
કોચ સકલૈન મુશ્તાક પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને એશિયા કપમાં તેના ખરાબ ફોર્મનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા. સકલૈન મુશ્તાકે કહ્યુ, ચૌકસ નજર અને ક્રિકેટ જાણકાર કહેશએ કે આ માત્ર એક પેચ છે. તે કમનસીબ રહ્યો છે. તે એક મહાન કાર્ય નૈતિકતા ધરાવતો વિશ્વ સ્તરનો ખેલાડી છે અને તે નિશ્ચિત રીકે મજબૂત વાપસી કરશે. પોતાના વિરોધીઓના પ્રદર્શન વિશે વાત કરતા તેમણે કહ્યુ, અમે પહેલા 9 ઓવર સારી ક્રિકેટ રમી પરંતુ પછી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં 31 ઓવર સુધી તે અમારી પર હાવી રહ્યા.
