195 રન બનાવીને પણ 113 રનથી ઓસ્ટ્રેલિયાએ જીતી મેચ, ન્યૂઝિલેન્ડે સીરિઝ ગુમાવી

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીની સતત બીજી વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 195 રન જ બનાવી શકી હતી, પરંતુ જવાબમાં કિવી ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી ન હતી અને 33 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ પાંચ વિકેટ લીધી હતી જ્યારે સ્ટીવ સ્મિથે 61 રનની ઇનિંગ રમી હતી.

બંને ટીમો વચ્ચેની પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે જીત મેળવી હતી. બંને મેચો અત્યાર સુધી ઓછા સ્કોરવાળી રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ટીમે 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સ્મિથ ઉપરાંત મિચેલ સ્ટાર્કે અણનમ 38 અને જોશ હેઝલવુડે અણનમ 23 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 148 રનમાં 9મી વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઓલઆઉટ થઈ જશે, પરંતુ સ્ટાર્ક અને હેઝલવુડે છેલ્લી વિકેટ માટે થોડા રન ઉમેરીને ટીમને 195 રન સુધી પહોંચાડી દીધી. જવાબમાં કીવી ટીમની શરૂઆત પણ ખરાબ થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને સૌથી વધુ રન બનાવ્યા હતા. કેન 17 રન બનાવીને આઉટ થયો હતો. માત્ર ચાર કિવી બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. ઝમ્પા સિવાય સ્ટાર્ક અને સીન એબોટે બે-બે વિકેટ લીધી હતી જ્યારે એક વિકેટ માર્કસ સ્ટોઈનિસને મળી હતી. ઓલરાઉન્ડ રમત માટે સ્ટાર્કને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટક્કર પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સમાચાર અનુસાર, આ મહિને 16 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે તેના સંભવિત ખેલાડીઓની જાહેરાત કરી શકે છે. જોકે, જેમ જેમ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની શરૂઆતના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ જસપ્રિત બુમરાહની ફિટનેસને લઈને પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે.

 બુમરાહ પીઠની ઈજાને કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે. આ સાથે જ હર્ષલ પટેલ પણ પાંસળીની ઈજામાંથી સ્વસ્થ થયો નથી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તે જ સમયે, આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

સુપર 12ની મેચો 22 ઓક્ટોબરથી શરૂ થશે. આ દરમિયાન પ્રથમ મુકાબલો ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થશે. ભારત આખી ટુર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે. પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે, બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ Aની ઉપવિજેતા સાથે ત્રીજી મેચ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *