શોએબ અખ્તરે એશિયા કપ 2022માં ભારતના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યુ, રોહિતની કેપ્ટન્સી પર મોટુ નિવેદન

ટી-20 વર્લ્ડકપ પહેલા એશિયા કપ 2022માં આ રીતે બહાર થવુ ભારતીય ક્રિકેટ ટીમ માટે મોટો ઝટકો છે. 7 વખત ખિતાબ જીતી ચુકેલી ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે ફાઇનલમાં જગ્યા બનાવતા ચુકી ગઇ છે. ગ્રુપ સ્ટેજમાં ના હારનારી ભારતે સુપર 4માં પ્રવેશ કર્યો હતો પણ અહી પ્રથમ બે મેચ હારીને ભારત ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાની આ હાર બાદ રોહિત શર્માની કેપ્ટન્સીને લઇને ટીમ મેનેજમેન્ટ પર કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા છે. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે એશિયા કપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શનને ટી-20 વર્લ્ડકપ પહેલા વેક-અપ કૉલ ગણાવ્યો છે.

શોએબ અખ્તરે એશિયા કપમાં ભારતના પ્રદર્શનનું વિશ્લેષણ કરતા કહ્યુ, ‘રોહિત શર્મા ઘણો અસહજ દેખાય છે, તેને મેદાન પર બુમો પાડતા જોવામાં આવ્યો છે. ભારતે રવિ બિશ્નોઇની જગ્યાએ આર.અશ્વિનને રમાડ્યો જે દર્શાવે છે કે ટીમમાં અનિશ્ચિતતા છે. આ વાસ્તવમાં વર્લ્ડકપ પહેલા આ ભારત માટે સારૂ વેક-અપ કૉલ છે.

ભારતનો એશિયા કપ 2022ની સુપર 4માં સૌથી પહેલા પાકિસ્તાન સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રવિ બિશ્નોઇએ સારી બોલિંગ કરી હતી પણ રોહિત શર્માએ આગામી મેચમાં તેની જગ્યાએ આર.અશ્વિનને તક આપી હતી. પ્લેઇંગ ઇલેવનમાં કૉમ્બિનેશન રવિન્દ્ર જાડેજાની ઇજા સાથે શરૂ થયુ હતુ. હૉન્ગકૉન્ગ વિરૂદ્ધ મેચ બાદ ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ઉથલ પાથલ જોવા મળી હતી.

શોએબ અખ્તરે કહ્યુ, મને નથી લાગતુ કે ભારત ઘણુ ખરાબ રમ્યુ, તેને સારી રમત નથી રમી, આ સત્ય છે પરંતુ પડ્યા બાદ જ તમે ઉભા થાવ છો અને આ વર્લ્ડકપમાં ભારતની મદદ કરી શકે છે. ભારતે નિરાશ ના થવુ જોઇએ પરંતુ તેને તેમાંથી શીખવુ જોઇએ. ભારતે પોતાની ફાઇનલ પ્લેઇંગ ઇલેવનને શોધવી જોઇએ. રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં સુધારો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *