ડીસા લવ જેહાદના મામલે સાંઈબાબા સર્કલ થી હિન્દુ સંગઠનો દ્વારા મહારેલી યોજાઈ

  • ડીસા લવ જેહાદના મામલે સાંઈબાબા સર્કલ થી હિન્દુ સંગઠનો દ્વારા મહારેલી યોજાઈ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરાતાં બે લોકો થયાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

     

ડીસાના માલગઢ ગામની હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આજે ડીસા હિન્દુ સંગઠનો દ્વારા સજ્જડ બંધ રાખી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને મુસ્લિમ વિસ્તારમાં જતો અટકાવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેર સભામાં ધારાસભ્ય સહિત નેતાઓએ તેમજ હિંદુ સંગઠનના આગેવાનોએ મુસ્લિમ સમાજને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તેમજ ચેતી જવા નહિતર ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી હતી.

ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતી ને મુસ્લિમ યુવક દ્વારા ફસાવી યુવતી ની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.જેના કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિએશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનો એ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગ થી ફુવારા સર્કલ,સુભાષ ચોક, હીરા બજાર થઈ એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી.

જોકે હીરા બજાર આગળ થી રેલીનો પ્રવાહ મુસ્લિમ વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોય પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી.

રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેર સભામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, માળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ માળી, મગનલાલ માળી, પી. એન. માળી કૈલાશભાઈ ગેલોત તેમજ હિંદુ યુવા સંગઠનના મનોજ ઠાકોર સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ યુવતીઓને ફસાવવાનો કૃત્ય ન કરવા તેમજ આગામી સમયમાં તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા આક્રોશ પૂર્વક જણાવ્યું હતું. જ્યારે બીજીબાજુ હીરા બજાર વિસ્તારમાં મહારેલીમાં જોડાયેલા લોકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાતાં બે લોકોને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેને લઈને રેલીમાં ઉપસ્થિત લોકોમાં પોલીસ પ્રત્યે ભારે આકોશ વ્યક્ત કરવામાં આવ્યો છે આજે યોજાયેલ મહારેલી શાંતીપૂર્ણ રીતે યોજાઈ હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરાયો હોવાનું સોશિઅલ મિડિયામાં ચર્ચાયું રહ્યું છે.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *