-
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે સુપર-4માં મેચ રમાશે

એશિયા કપ 2022માં સુપર-4 મેચ શરૂ થયા પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે, તેની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતને આ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રવિવારે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવાની છે.
રવિન્દ્ર જાડેજાને લઇને બીસીસીઆઇએ શુક્રવારે જ નિવેદન જાહેર કરીને જાણકારી આપી હતી. જાડેજાએ એશિયા કપમાં અત્યાર સુધી બન્ને મેચમાં ભાગ લીધો હતો, એવામાં હવે પાકિસ્તાન વિરૂદ્ધ રમાનાર મેચમાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.
એશિયા કપ 2022માં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન
પાકિસ્તાન- 35 રન, 11/0
હૉંગકોંગ- 15/1

રોહિત શર્મા કોને તક આપશે
ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ જે પણ ખેલાડીને લાવવાનો પ્રયાસ હશે તે એક ઓલ રાઉન્ડર હોઇ શકે છે. કારણ કે જાડેજાના બહાર થતા બેટિંગનું એક ઓપ્શન પણ ઓછુ થાય છે, સાથે જ તે બે ચાર ઓવર પણ કરી શકે છે. એવામાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સામે આ મોટી ટેન્શન છે.
શું તેની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક મળશે જે ચાર ઓવર ફેકવાની સાથે સાથે બેટિંગ પણ કરી શકે છે. કે પછી અક્ષર પટેલને સીધા પ્લેઇંગ-11માં જગ્યા આપવામાં આવી શકે છે, કારણ કે તે સ્પિનર પણ છે. સાથે બેટિંગ પણ કરી શકે છે. અક્ષર પટેલ પાસે યૂએઇમાં આઇપીએલમાં રમવાનો અનુભવ પણ છે.
હૉંગકોંગ વિરૂદ્ધ હાર્દિક પંડ્યાને ભારતે આરામ આપ્યો હતો અને રિષભ પંતનો પ્લેઇંગ-11માં સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ હાર્દિક પંડ્યા વાપસી કરી શકે છે, એવામાં શું રિષભ પંતને જ રવિન્દ્ર જાડેજાની જગ્યાએ રાખવામાં આવશે જેથી બેટિંગનો એક ઓપ્શન વધી શકે, આવી સ્થિતિમાં ત્રણ ફાસ્ટ બોલર, એક સ્પિનર અને એક ઓલ રાઉન્ડરથી જ તમામ 20 ઓવર ફેકવામાં આવશે.

પાકિસ્તાન વિરૂદ્ધ આવી હોઇ શકે છે પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ